Video: કિરણ બેદીએ આ વૃદ્ધાને સમજી લીધા PMના માતા

કિરણ બેદીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક માજીનો વીડિયો શેર કર્યો હતો અને ભૂલમાં તેમને પીએમ મોદીના માતા હીરાબા સમજી લીધા હતા.

પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીટ્વીટર એકાઉન્ટ પર 97 વર્ષના એક વૃદ્ધાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે આ વીડિયો સાથે ટ્વીટમાં લખ્યું હતું કે, 97 વર્ષની ઉંમરે પણ તેમના ઉત્સાહને દાદ આપવી પડે. આ વીડિયોમાં પીએમ મોદીના માતા હીરાબા દિવાળીની ઉજવણી કરતા નજરે પડે છે. કિરણ બેદીનું આ ટ્વીટ અને તેમણે પોસ્ટ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. જો કે, આ વીડિયોમાં જોવા મળતા વૃદ્ધા પીએમ મોદીના માતા હીરાબા નથી. વળી આ વીડિયો પણ દિવાળીનો નથી. આ કારણે કેટલાક લોકોએ ટ્વીટર કિરણ બેદીની હાંસી પણ ઉડાવી હતી.

kiran bedi

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો ઇન્ટરનેટ પર 3 ઓક્ટોબરના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં વૃદ્ધા અંબાજીની છબી સામે ગુજરાત લોકગીત પર મટુકી કરતાં નજરે પડે છે. જે પરથી કહી શકાય કે, આ વીડિયો નવરાત્રિના સમયગાળા દરમિયાન લેવાયો હશે. વળી, ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે, આ માજી પીએમ મોદીના માતા તો ચોક્કસપણે નથી. કિરણ બેદીને પણ આ વાતનો ખ્યાલ આવતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી અને અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મારાથી ઓળખ કરવામાં ભૂલ થઇ છે. પરંતુ આ માતાના ઉત્સાહને હું સલામ કરું છું. આશા રાખું કે, હું પણ 96 વર્ષની ઉંમરે આટલો જ ઉત્સાહ બતાવી શકું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X