For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'

ખેડૂત પદયાત્રામાં મંગળવારે ભારે હોબાળા બાદ છેવટે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી દીધી અને આ સાથે 12 દિવસોથી ચાલી રહેલ આંદોલન આજે બુધવારે સમાપ્ત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

ખેડૂત પદયાત્રામાં મંગળવારે ભારે હોબાળા બાદ છેવટે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી દીધી અને આ સાથે 12 દિવસોથી ચાલી રહેલ આંદોલન આજે બુધવારે સમાપ્ત થઈ ગયુ. પોલિસે યુપી-દિલ્હીની બોર્ડર ખોલ્યા બાદ બુધવારે મોડી રાતે આંદોલનકારીઓએ દિલ્હીમાં પ્રવેશ કર્યો અને ચૌધરી ચરણ સિંહ મેમોરિયલ (કિસાન ઘાટ) પહોંચતા જ આ આંદોલન સમાપ્ત થઈ ગયુ. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) અંતર્ગત આ આંદોલન 23 સપ્ટેમ્બરે શરૂ થયુ હતુ.

kisan padyatra

દિલ્હીમાં પ્રવેશની પરવાનગી મળ્યા બાદ ભારતીય કિસાન સંઘ (બીકેયુ) ના પ્રમુખ નરેશ ટિકેતની આગેવાનીએ આને ખેડૂતોની જીત ગણાવી. તેમણે કહ્યુ કે ભાજપ સરકાર પોતાના ઉદ્દેશોમાં વિફળ રહી છે. ટિકેતે કહ્યુ, 'ખેડૂતોએ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની યાત્રા ચાલુ રાખી. અમે 12 દિવસોથી માર્ચ કરી રહ્યા છે. ખેડૂત હવે થાકી ગયા છે. અમારો ઉદ્દેશ યાત્રાને ખતમ કરવાનો હતો. હવે અમારા ગામો તરફ પાછા ફરીશુ.'

આ પણ વાંચોઃ જ્યારે મહાત્મા ગાંધીએ 4 રૂપિયા માટે પત્ની કસ્તૂરબા પર કર્યો હતો ગુસ્સોઆ પણ વાંચોઃ જ્યારે મહાત્મા ગાંધીએ 4 રૂપિયા માટે પત્ની કસ્તૂરબા પર કર્યો હતો ગુસ્સો

ખેડૂત નેતા નરેશ ટિકેતે આંદોલન સમાપ્તિની ઘોષણા કરતા કહ્યુ કે સરકાર પાસે અમે અમારી માંગણીઓ ચાલુ રાખીશુ. ટિકેતે આ આંદોલનને ખેડૂતોની જીત ગણાવતા કહ્યુ કે ભાજપ સરકાર પોતાના ઉદ્દેશોમાં વિફળ રહી છે. આજે બુધવારે સવારે ખેડૂતો પોતાના ઘરો તરફ પાછા વળશે. બીકેયુએ દેવામાફી અને સસ્તી વીજળી સહિત ઘણી માંગો માટે હરિદ્વારથી ખેડૂત ક્રાંતિ પદયાત્રા શરૂ કરી હતી. લાખોની સંખ્યામાં ખેડૂત આંદોલનકારી જ્યારે દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે યુપી-દિલ્હી બોર્ડર પર પોલિસે રસ્તાઓ સીઝ કરીને તેમને અંદર આવવા દીધા નહોતા.

આ પણ વાંચોઃ ગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસોઆ પણ વાંચોઃ ગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસો

પોતાની ભલામણો માટે પહોંચેલા ખેડૂતોની યુપી-દિલ્હી બોર્ડર પર પોલિસના જવાનો સાથે હિંસા પણ થઈ. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાથી રોકવા માટે પોલિસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા હતા અને આંદોલનકારીએ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આ હિંસામાં ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા પરંતુ સરકારે તેમને રાજધાનીમાં ઘૂસવાની પરવાનગી આપી નહિ. છેવટે ખેડૂતોએ ત્યાં જ અડ્ડો જમાવી દીધો અને આગલી સવારે દિલ્હી કૂચ કરવાનું નક્કી કર્યુ પરંતુ સરકારે મોડી રાતે તેમને રાજધાનીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી દીધી. ત્યારબાદ ખેડૂતોએ પોતાની બાકીની પદયાત્રા ફરીથી શરૂ કરી કિસાન ઘાટ પહોંચી આંદોલન ખતમ કર્યુ.

English summary
'Kisan Kranti Padyatra' ends at Delhi's Kisan Ghat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X