• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંડેના નિધન પર જશ્નમાં ડૂબેલા શાહરુખને ભાંડવામાં આવી રહી છે મા-બહેનની ગાળો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
ફરી એકવાર બૉલીવુડ કિંગ શાહરુખ ખાન ભાજપના સમર્થકોના નિશાન પર છે. રવિવારે શાહરુખ ખાનની ટીમ કેકેઆરે આઇપીએલ 7ના ખિતાબ કબજો જમાવ્યો જેના માટે મંગળવારે કલકત્તાના ઇડન ગાર્ડનમાં તેના માટે અને તેમની ટીમ માટે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા એક જશ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ મંગળવારની સવારે જ ભારતના ગ્રામીણ મંત્રી ગોપીનાથ મુંડેનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું જેનાલીધે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો પરંતુ શાહરુખ ખાનના આયોજનને ના તો રદ કરવામાં આવ્યું અને ના તો શાહરુખ ખાન તરફથી કોઇ સંવેદનાભર્યો મેસેજ આવ્યો તેના માટે ભાજપના સમર્થકોએ કિંગખાન પર જોરદાર નિશાન સાધ્યું છે.

લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર શાહરુખ ખાન પર જોરદાર ટીકા કરી રહ્યાં છે. ફેસબુક પર પેજ બનાવવામાં આવ્યું છે જેનાપર કિંગ ખાનનો ફોટો લગાવવામાં આવ્યો છે અને તેના પર લખવામાં આવ્યું છે કે કાલે રાષ્ટ્રીય શોકના દિવસે આ વ્યક્તિએ પાર્ટી મનાવી રહી હતી. આ પોસ્ટને હજારો લોકોએ શેર કરી છે અને તેના પર 477થી વધુ કોમેન્ટ છે જેમાં શાહરુખાન માટે એકદમ ગંદી-ગંદી વાતો લખવામાં આવી છે અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, લોકો તેમને મા-બહેનની ગાળો ભાંડી રહ્યાં છે.

આ પહેલાં પણ નરેન્દ્ર મોદી સમર્થકોએ શાહરુખ ખાનને લઇને ખૂબ બબાલ મચાવી છે જ્યારે કેકેઆર (કમાલ ખાન)ની ટ્વિટને લોકોએ એસઆરકે (શાહરુખ ખાન)ની ટ્વિટ સમજી લીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી જો દેશના પીએમ બંશે તો દેશ છોડી દેશે. જો કે પછી બબાલ મચ્યા બાદ શાહરુખ ખાને લોકોની ગેરસમજ દૂર કરી હતી પરંતુ સતત કેટલાક ભાજપના સમર્થક શાહરુખનના વિરોધમાં ઉભા છે.

તમને જણાવી દઇએ કે આ લોકો જશ્નની વાત કરી રહ્યાં છે કે તે જશ્ન તો ઉજવાયો નહી કારણ કે કલકત્તા નાઇટ રાઇર્ડસ (કેકેઆર) ટીમના મંગળવારે સન્માન સમારોહ દરમિયાન ઇડન ગાર્ડન્સની બહાર તે સમયે નાસભાગ જેવી સ્થિતી પેદા થઇ ગઇ જ્યાં જશ્નની તૈયારી કરવામાં આવી હતી. 66 હજાર લોકોની કેપેસિટીવાળા ઇડન ગાર્ડનમાં પોલીસે ફ્રી પાસ આપીને દર્શકોની સંખ્યા 1 લાખ ઉપર પહોંચાડી દિધી જેથી કંટ્રોલ માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં ઘણી મહિલાઓ અને બાળકોને ગંભીર ઇજા પહોંચી છે. સન્માન સમારોહમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં પ્રશંસક ઇડન ગાર્ડન્સ પહોંચ્યા હતા.

જો કે જે શાહરુખ ખાનને જોવા માટે લોકો ઇડન ગાર્ડન્સ પહોંચ્યા હતા ત્યાં શાહરુખ ખાન માંડ્યા પહોંચ્યા હતા કારણ કે સમયે પ્લેન દ્વારા તેમને કલકત્તા પહોંચવાનું હતું તેમાં થોડી ટેક્નિકલ ખરાબી આવી ગઇ હતી જેના લીધે શાહરુખ ખાન સવારે નવ વાગ્યાના બદલે દિવસે એક વાગે ઇડન ગાર્ડન્સ પહોંચ્યા હતા, તેની સાથે કેકેઆર ટીમની સહમાલકિન જૂહી ચાવલા પણ હતી.

શાહરુખ ખાને સીએમ મમતા બેનર્જીને પગે લાગીને આર્શિવાદ લીધા અને ગરમીમાં રાહ જોઇ રહેલા પોતાના નારાજ પ્રશંસકો સાથે થોડા હસીન પળ વિતાવ્યા જેને નરેન્દ્ર મોદી સમર્થકોએ જશ્નનું નામ આપી દિધું. જે જશ્નને રદ કરવાની વાત નરેન્દ્ર મોદીના સમર્થકો કહી રહ્યાં છે તેને મમતા બેનર્જીએ રદ કરવો જોઇતો હતો પરંતુ તેમણે આમ કર્યું નહી.

તે પોતે ઇડન ગાર્ડન્સના સન્માન સમારોહમાં હાજર હતી અને તેમણે કેકેઆર ટીમને આઇપીએલ જીત શુભેચ્છા પાઠવી અને થોડો સમય ખેલાડીઓ સંગ ઇડન ગાર્ડન્સમાં વિતાવ્યો એવામાં ફક્ત શાહરુખ ખાનને કાલ માટે દોષી ગણાવવા યોગ્ય નથી, તે ના તો આ કાર્યક્રમના આયોજક હતા અને ના તો તેમનો કોઇ રાજકીય સંબંધ છે, તે તો ફક્ત પોતાના માટે ગરમીમાં રાહ જોઇ રહેલા લોકોની નારાજગીને દૂર કરી રહ્યાં હતા.

English summary
KKR and Shahrukh Khan celebrate at eden despite national mourning , its sahameful said Narendra Modi Suppoter on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X