• search

આવો જાણીએ ચૂંટણીના મહાપરિણામમાં કઇ સેલિબ્રિટીઓનો રહ્યો દબદબો

નવી દિલ્હી, 16 મે: આજે દેશના રાજકારણનો સૌથી મહત્વનો દિવસ છે. આજનો દિવસ દેશની 16મી લોકસભાની રચના કઇ પાર્ટીની બહુમતીથી થશે તેનો ફેંસલો આવવાનો છે. હાલમાં દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણના ચાલી રહી છે. આખી ચૂંટણી દરમિયાન જોકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશભરમાં જોવા મળી હતી. અને આવી રહેલા પરિણામો અનુસાર આ લહેર મોદી તરફી હતી તે સાબિત થઇ રહ્યું છે. પરંતુ જોવાનું એ છે કે આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવનારી સેલિબ્રિટીઓએ કેટલું કાઠું કાઢ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણી એવી છે કે જેમાં બોલીવુડ સિતારાઓ સર્વાધીક જોવા મળ્યા છે, માત્ર પ્રચારમાં જ નહીં પરંતુ તેઓ પોતે કોઇને કોઇ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં પરેશ રાવલ, કિરણ ખેર, ગુલ પનાગ, હેમા માલિની, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, નગમા, મનોજ તિવારી, રવિ કિશન, રાખી સાવંત, જાવેદ ઝાફરી, મુનમુન સેન, રાજ બબ્બર, સ્મૃતિ ઇરાણી, બપ્પી લહેરી, મહેશ માંજરેકર, કમાલ ખાન, જયા પ્રદા, બાબુલ સુપ્રિયો જેવા દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

મોટાભાગની પાર્ટીઓને એવું લાગે છે તેઓ કોઇ જાણીતી સેલિબ્રિટીઓને ચૂંટણી મેદાનમાં ઉતારી દે એટલે જનતા તેમના પર ઓવારી જશે અને તેમને જીતાડી દેશે. પરંતુ જે પાર્ટીઓએ અભિનેતાઓને નેતા બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તે પાર્ટીઓની માન્યતા કેટલી સાચી પડે છે તે જોવું રહ્યું. આવો જોઇએ કે ચૂંટણી મેદાનમાં ઊભેલી સેલિબ્રિટીઓનું પરિણામમાં સ્ટેટસ શું છે..

Paresh Rawal

Paresh Rawal

પરેશ રાવલ
જાણીતા અભિનેતા પરેશ રાવલ ભાજપની ટિકિટ પરથી ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ અહીં ત્રણ લાખ વોટથી આગળ છે.

Jaya Prada

Jaya Prada

જયા પ્રદા
જાણીતી અભિનેત્રી જયા પ્રદા ઉત્તર પ્રદેશના બિજનોર બેઠકથી રાષ્ટ્રીય લોક દળ તરફથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભૂંડી હાર તરફ છે, તેઓ અહીંથી ચોક્કસ હારીને રહેશે.

Gul Panag

Gul Panag

ગુલ પનાગ
અભિનેત્રી ગુલ પનાગ ચંદીગઢથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ અહીં અભિનેત્રી કિરણ ખેરને પડકાર આપી રહ્યા હતા. જોકે ગુલ પનાગની અહીં હાર થઇ છે.

Nagma

Nagma

નગમા
અભિનેત્રી નગમાં કોંગ્રેસની ટિકિટ પર મેરઠથી ચૂંટણી લડ્યા હતા. જેમની અત્રે ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ સામે ભારે મતોથી હાર થઇ છે

Kiran Kher

Kiran Kher

કિરણ ખેર
જાણીતી અભિનેત્રી અને અનુપમ ખેરની પત્ની કિરણ ખેર ચંદીગઢથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેઓ અહીંથી 65 હજારથી વધારે મતોથી જીતી ગયા છે.

Hema Malini

Hema Malini

હેમા માલિની
'ડ્રિમ ગર્લ' હેમા માલિની મથુરાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તેઓ ત્રણ લાખ મતોથી આગળ હોઇ જીતવા તરફ છે.

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના ભાજપની ટિકિટ પરથી ગુરુદાસપુરથી ચૂંટણી લડ્યા હતા. 2002માં વિનોદ ખન્ના કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. વિનોદ ખન્નાએ આ બેઠક પરથી પોતાની જીત પાક્કી કરી લીધી છે કારણ કે તેઓ 13 લાખ વોટથી આગળ છે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા ભાજપની ટિકિટ પરથી પટણા સાહિબ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. શત્રુઘ્ન સિન્હા આ પહેલા 2002-2004માં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. અત્રેથી તેઓની જીત પાક્કી છે કારણ કે તો 12 લાખ વોટોથી આગળ ચાલી રહ્યા છે.

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણી

જાણીતી ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાણીએ રાજકારણમાં પોતાનો પગ જમાવી લીધો છે, સ્મૃતિ ઇરાણી ભાજપ તરફથી અમેઠીમાં રાહુલ ગાંધીને પડકાર આપ્યો હતો. જોકે રાહુલ ગાંધી હાલમાં 46 હજાર વોટોથી આગળ છે.

બપ્પી લહિરી

બપ્પી લહિરી

ફેમસ ડિસ્કો સિંગર બપ્પી દા ભાજપની ટિકિટ પરથી કોલકાતાની શ્રીરામપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ તેઓ ટીએમજીના નેતા કલ્યાણ બેનર્જી કરતા 8 લાખ વોટોથી પાછળ છે જેથી તેમનું હારવું નિશ્ચિત છે.

મહેશ માંજરેકર

મહેશ માંજરેકર

જાણીતા અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર મનસે તરફથી મુંબઇ નોર્થ-વેસ્ટ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ શીવસેનાના ગજાનન કિર્તીકર સામે ભારે અંતરથી હાર મેળવી છે.

રાજ બબ્બર

રાજ બબ્બર

રાજ બબ્બર ગાઝિયાબાદ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહ 452462 મતોના અંતરથી તેમની આગળ છે. અહીં રાજ બબ્બરનું હારવું નિશ્ચિત છે.

પ્રકાશ ઝા

પ્રકાશ ઝા

જાણીતા ફિલ્મ મેકર પ્રકાશ ઝા જેડીયૂ તરફથી પશ્ચિમ ચંપારણ બેઠકથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ 92 હજારના મતોથી પાછળ હોવાથી તેમનું હારવું પાક્કું છે.

જાવેદ ઝાફરી

જાવેદ ઝાફરી

જાણીતા અભિનેતા અને કોમેડિયન જાવેદ ઝાફરી પણ આમ આદમી પાર્ટી તરફથી લખનઉથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ખાસા અંતરે હાર મેળવી છે.

રાખી સાવંત

રાખી સાવંત

જાણીતી આયટમ ગર્લ રાખી સાવંત મુંબઇ નોર્થ-વેસ્ટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જોકે તેમને અહીથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના ખાતામાં માત્ર 1700 જેટલા જ વોટ પડ્યા હતા.

મનોજ તિવારી

મનોજ તિવારી

જાણીતા ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ભાજપ તરફથી નોર્થ-ઇસ્ટ દિલ્હીમાંથી ચૂંટણી લડ્યા હતા. મનોજ તિવારી 14 લાખ વોટોથી જીત તરફ છે.

રવિ કિશન શુક્લા

રવિ કિશન શુક્લા

ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન રવિ કિશન કોંગ્રેસ તરફથી જૌનપુર, ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને અહી ભારે અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે.

બાબુલ સુપ્રીયો

બાબુલ સુપ્રીયો

જાણીતા બોલીવુડ અને ટોલિવુડ ગાયક બાબુલ સુપ્રીયો ભાજપ તરફથી પશ્ચિમ બંગાળની આસાંસોલ બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેઓએ અત્રે ભારે બહુમતીથી વિજય મેળવી છે.

મૂન મૂન સેન

મૂન મૂન સેન

પૂર્વ અભિનેત્રી મૂન મૂન સેન તૃણમૂલ કોંગ્રેસ તરફથી બેન્કુરા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. ભારે અંતરથી વિજય તરફ છે.

બિશ્વજીત દેવ ચેટરજી

બિશ્વજીત દેવ ચેટરજી

જાણીતા બંગાળી કલાકાર વિશ્વજીત દેવ ચેટરજી તૃણમુલ કોંગ્રેસ તરફથી નવી દિલ્હીમાં ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને માત્ર 909 વોટીંગ સાથે હારનો સામનો કરવો પડ્યો છે.

English summary
Lok Sabha Election Result 2014: Know about celebrity candidate's status.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X