જાણો ભારતના પહેલા સૌર મિશન આદિત્ય એલ-1 વિશે, ઈસરો માટે આ મિશન કેટલુ મહત્વનું?
ભારતે ચંદ્રયાન 3 ને સફળતાપુર્વક ચંદ્રની ધરતી પર ઉતારીને ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરનારો પહેલો દેશ બન્યા બાદ હવે ઇસરોએ તેની નજર ફેરવીને સુર્ય તરફ કરી છે. ઈસરો બહુ જલ્દી તેનું પહેલુ સૌર મિશન આદિત્ય એલ-1 લોંચ થવા જઈ રહ્યું છે.

આદિત્ય L-1 મિશન શું છે?
આદિત્ય L-1 મિશમ સૂર્યનો અભ્યાસ કરવા ભારતનું પ્રથમ અવકાશ આધારિત મિશન હશે. તે લગભગ 5 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરો અનુસાર, આ મિશનમાં 7 પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ હશે. તેની મદદથી તે વિવિધ રીતે સૂર્યનો અભ્યાસ કરવામાં મદદ કરશે.
આદિત્ય L-1 ક્યાં સ્થાપિત કરાશે?
આદિત્ય L-1 મિશન પૃથ્વી અને સૂર્ય વચ્ચે લો અર્થ ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ સ્થળ કોઈપણ અવરોધ વિના વૈજ્ઞાનિક અભ્યાસ માટે યોગ્ય માનવામાં આવે છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. ઈસરો અનુસાર, સૂર્યની ગતિવિધિઓને સમજવામાં આ મિશન મદદ કરશે. આનાથી અવકાશના હવામાન પર અસર વિશે વાસ્તવિક સમયની માહિતી એકત્ર કરી શકાશે.
ઈસરોનું પુરૂ ધ્યાન આદિત્ય L-1 મિશન પર રહેશે
આદિત્ય L-1માં જે 7 પેલોડ ઇન્સ્ટોલ કરવામાં આવશે તે સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના કોરોના સ્તક પર નજર રાખશે. આ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક, પાર્ટિકલ અને મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આમાંથી ચાર પેલોડ સૂર્ય પર સીધી નજર રાખશે. બાકીના ત્રણ આસપાસના વિસ્તારમાં હાજર કણો અને અન્ય વસ્તુઓ વિશે માહિતી એકત્રિત કરશે.
સૂર્યના ઘણા રહસ્યો ઉજાગર થશે
આદિત્ય L-1માં પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પહેલા અને પછીના સોલાર ફ્લેર, તેની લાક્ષણિકતાઓ, અવકાશ હવામાન ગતિશીલતા વગેરે પર મૂલ્યવાન વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરશે.












Click it and Unblock the Notifications
