મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસને અમૃતામાં દેખાતી હતી કાજોલ, વાંચો તેમની રસપ્રદ લવ સ્ટોરી

ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસની એક ખૂબ જ રસપ્રદ કહાની છે જેના વિશે ખુલાસો થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે જ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. અહીં ભાજપ-શિવસેનાના ગઠબંધનને આ ચૂંટણીમાં જીત મળી છે. દેશના પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાનો આભાર માનીને સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઈમાનદાર નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યુ કે તેમના કુશળ પ્રશાસન પર જનતાએ ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે અને મને પૂરી આશા છે કેતે આ વખતે જનતાની કસોટી પર ખરા ઉતરશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લગભગ 30 હજાર મત મળ્યા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર બીજા નંબરે રહ્યા.

દેવેન્દ્ર ફડણવીસની રસપ્રદ છે પ્રેમકહાની

દેવેન્દ્ર ફડણવીસની રસપ્રદ છે પ્રેમકહાની

સામાન્ય રીતે શાંત અને ગંભીર દેખાતા દેવેન્દ્ર ફડણવીસ એ લોકોની લિસ્ટમાં શામેલ છે જે સમય આવતા પોતાના કામોથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપી દે છે. પરંતુ આજે અમે તેમના રાજકીય જીવનની નહિ પરંતુ તેમના અંગત જીવન વિશે વાત કરવાના છે. તેમના અને તેમના પત્ની અમૃતા ફડણવીસની એક ખૂબ જ રસપ્રદ કહાની છે જેના વિશે ખુલાસો થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે જ કર્યો હતો.

અમૃતામાં મને કાજોલ દેખાતી હતી

અમૃતામાં મને કાજોલ દેખાતી હતી

આ વાત સીએમ બનતા પહેલાની છે જ્યાં એક ટીવી ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે સામાન્ય લોકોની જેમ મને પણ ફિલ્મો જોવાનો ઘણો શોખ હતો અને મારી ફેવરિટ અભિનેત્રી કાજોલ હતી અને અમૃતામાં મને કાજોલ દેખાઈ એટલા માટે મે તેને પ્રપોઝ કર્યુ હતુ.

અમૃતા રાનાડેને રાજકારણમાં કોઈ રસ નથી

અમૃતા રાનાડેને રાજકારણમાં કોઈ રસ નથી

તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા રાનાડે નાગપુરના જાણીતા ડૉક્ટર ચારુ રાનાડે અને નંત્રરોગ વિશેષજ્ઞ ડૉ. શરદ રાનાડેની દીકરી છે. બંનેના એક કોમન ફ્રેન્ડ છે શૈલેષ જોગલેકર જેમના ઘરે પહેલી વાર દેવેન્દ્ર અને અમૃતાની મુલાકાત થઈ હતી. બંનેએ એક કલાક ચર્ચા કર્યા બાદ જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. દેવેન્દ્ર અને અમૃતાને દેવિજા નામની દીકરી છે.

પતિના દરેક કદમ પર સાથે છે અમૃતા

પતિના દરેક કદમ પર સાથે છે અમૃતા

અમૃતા વ્યવસાયે બેંકર છે અને સંગીત અને નૃત્યનો શોખ પણ ધરાવે છે. પોતાના પતિ સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી અમૃતાને રાજકારણમાં કોઈ રસ નથી. તેમછતા દેવેન્દ્રને સફળ બનાવવામાં અમૃતાનો ખૂબ મોટો ફાળો છે. અમૃતાના લગ્ન દેવેન્દ્ર સાથે વર્ષ 2015માં ત્યારે થયા જ્યારે સીએમ બીજી વાર ધારાસભ્ય બન્યા હતા. પતિના સીએમ બન્યા બાદપણ અમૃતાએ નોકરી છોડી નહિ. અમૃતાનો જન્મ નાગપુરમાં જ થયો હતો. શરૂઆતનો અભ્યાસ નાગપુરની સેન્ટ જોસેફ કૉન્વેન્ટ સ્કૂલમાં થયો બાદમાંપૂણેનાસિંબાયસિસ લૉ સ્કૂલમાંથી ફાઈનાન્સ અને ટેક્સેસનમાં એમબીએ પૂરુ કર્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X