જાણોઃ કેજરીવાલની 'આમ આદમી પાર્ટી'ના આઠ સત્યો
નવીદિલ્હી, 24 નવેમ્બર: જે રીતે અનુમાન લગાવવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલની પાર્ટીનું નામ આમ આદમી હશે તે સાચું સાબિત થયું છે. શનિવારે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા કાર્યકર્તામાંથી નેતા બનેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'હું બનાવીશ જનલોકપાલ', હું ખત્મ કરીશ મોંઘવારી', આ અમારી પાર્ટીનો મુખ્ય સિદ્ધાંત છે. દેશને ભ્રષ્ટાચારી રાક્ષસથી બચાવવાનો આ ઉપાય છે.
જાહેરાત પહેલા કેજરીવાલે ટ્વિટર પર સુચના આપી છે કે હું આમ આદમી પાર્ટી, હું બનાવીશ જનલોકપાલ, હું ખતમ કરીશ મોંઘાવરી. જેનાથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે કેજરીવાલની પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી છે. કેજરીવાલને લોકોને આગ્રહ કર્યો છે કે જે કોઇપણ આ પાર્ટીનો હિસ્સો બનવા માંગે છે તે 26 નવેમ્બરે જંતર-મંતર આવી શકે છે.
કેજરીવાલે આ પહેલા પણ પોતાની પાર્ટીનું એલાન કરતી વખતે કહ્યું હતું કે તેમની પાર્ટી આમ લોકોની પાર્ટી હશે અને તે આમ લોકોના સ્વપ્નોને પૂરા કરશે તેમની પાર્ટીમાં ના કોઇ રાજા હશે અને ના કોઇ વજીર.
ચાલો તમને જણાવીએ કે કેજરીવાલની આમઆદમી પાર્ટીના આઠ મહત્વપૂર્ણ સત્યો
કેજરીવાલની પાર્ટીનું નામ છે 'આમ આદમી પાર્ટી'
આ પાર્ટીમાં મહિલા અને યુવાનોન વિશેષ રીતે સત્તા અપાશે
આ પાર્ટીમાં કોઇ હાઇકમાન નહીં હોય
આ પાર્ટી એક પરિવારની જેમ હશે જેના પર કોઇ વિશેષ પરિવાર કે વ્યક્તિનો કોઇ દબ-દબો નહીં હોય
આ પાર્ટી સંપૂર્ણ રીતે સંવિધાનના નિયમોનું પાલન કરશે તેથી કોઇ અનૈતિક અને ખોટી રીતે કામ ના થાય
30 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટી બનાવવામાં આવશે
આ પાર્ટીમાં કોઇપણ નેતા નહીં બને
આ પાર્ટી સાથે જોડાયેલા નિર્ણય એક રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવામાં આવશે. જેનું નેતૃત્વ રાષ્ટ્રીય સંયોજક કરશે.












Click it and Unblock the Notifications
