મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને આખરે કેમ આપ્યુ રાજીનામુ? આ છે મોટા કારણો
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દાવો કર્યો છે કે તેમણે કંઈ પણ ખોટુ નથી કર્યુ, તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે તેમછતાં આખરે કેમ બંનેએ પોતાના મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ.
નવી દિલ્લીઃ અરવિંદ કેજરીવાલના સૌથી નજીક ગણાતા અને ભરોસાપાત્ર ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્લી સરકારના મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. મુખ્યમંત્રી કેજરીવાલે બંનેના રાજીનામા સ્વીકારી લીધા છે. હાલમાં બંને જેલમાં છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે બંને મંત્રીઓએ દાવો કર્યો છે કે તેમણે કંઈ પણ ખોટુ નથી કર્યુ, તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે તેમછતાં આખરે કેમ બંનેએ પોતાના મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ.

કામકાજ થઈ રહ્યુ હતુ પ્રભાવિત
તમને જણાવી દઈએ કે દિલ્લી સરકારના મંત્રીમંડળમાં મનીષ સિસોદિયા ઉપમુખ્યમંત્રી, નાણામંત્રી અને શિક્ષણ મંત્રી હતા. વળી, સત્યેન્દ્ર જૈન આરોગ્ય મંત્રી હતા. બંનેના મંત્રાલય ઘણા મહત્વના છે. હવે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ તેમના મંત્રાલયના કામ ઘણા પ્રભાવિત થઈ રહ્યા હતા. માટે સરકારી કામકાજ ચાલુ રાખવા માટે બંનેએ પોતાના પદ પરથી રાજીનામુ આપવાનુ યોગ્ય માન્યુ.
મનીષ સિસોદિયા પાસે હતા 18 મંત્રાલય
મનીષ સિસોદિયાએ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી હોવા છતાં અને તમામ મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળવા છતાં રાજીનામું આપ્યું હતું, આવી સ્થિતિમાં સત્યેન્દ્ર જૈનનુ રાજીનામું રાજકીય મજબૂરી બની ગયુ હતુ. સત્યેન્દ્ર જૈનની ધરપકડ થયા પછી પણ સત્યેન્દ્ર જૈન આરોગ્ય મંત્રી હતા. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ મનીષ સિસોદિયા 33માંથી 18 મંત્રાલયો સંભાળતા હતા.
વિચારધારા પર સવાલ
આમ આદમી પાર્ટીની મુખ્ય વિચારધારા ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે, આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના કેસમાં બંને નેતાઓની ધરપકડ બાદ તેમનુ પદ ચાલુ રાખવાથી આપની વિચારધારા પર સવાલો ઉભા થાય છે, જેના માટે ભાજપ સતત આપ પર પ્રહારો કરી રહ્યુ છે. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલા નેતા છે, આવી સ્થિતિમાં તેઓ પોતાના ભ્રષ્ટ મંત્રીઓને બચાવવા માટે વિપક્ષના નિશાના પર છે.
સીબીઆઈ પાસે પુરાવા
સીબીઆઈએ દિલ્લી કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયા લિકર પૉલિસી કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર હતા. સીબીઆઈની દલીલ સ્વીકારીને કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સીબીઆઈ પાસે તેમની વિરુદ્ધ પુરાવા છે. આમ આદમી પાર્ટી પહેલાથી જ સમજી ગઈ હતી કે મનીષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે અને તેમને કેટલાક મહિનાઓ સુધી જેલમાં રહેવુ પડી શકે છે. બીજી તરફ ભાજપ એવો મુદ્દો બનાવી શકે છે કે કેજરીવાલે તેમના ભ્રષ્ટ મંત્રીને ત્યાં સુધી સમર્થન આપ્યુ જ્યાં સુધી તેઓ જેલ ના ગયા.












Click it and Unblock the Notifications
