જાણો શું છે ભારત ચોખા? કેવી રીતે લોકોને મળશે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા?
બજારમાં ચોખાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વધી રહેલા ચોખાના ભાવને નીપટવા સરકાર બજારમાં ભારત ચોખા લઈને આવી છે.
ગ્રાહકોને રાહત આપવા સરકારે 29 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ભારત ચોખા લોન્ચ કર્યા છે. ભારત આટા અને ભારત દાળ પછી સરકારે આ ચોખા બજારમાં ઉતાર્યા છે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રિયમંત્રી પીયૂષ ગોયલે 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ સબસિડીવાળા ચોખા લોન્ચ કર્યા. તેમણે કહ્યું કે, સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે સામાન્ય લોકોને રોજિંદા ખાદ્યપદાર્થો પોષણક્ષમ દરે ઉપલબ્ધ થાય.
તેમણે કહ્યું કે, જ્યારે જથ્થાબંધ હસ્તક્ષેપથી ઘણા લોકોને ફાયદો થતો ન હતો ત્યારે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ છૂટક હસ્તક્ષેપ શરૂ કરવામાં આવ્યો. મધ્યમ વર્ગના ગ્રાહકો અને ગરીબોને રાહત આપવા માટે ચોખાનું છૂટક વેચાણ 29 રૂપિયામાં કરવામાં આવશે.
પ્રતિ કિલો ભારત ચોખામાં પાંચ ટકા તૂટેલા ચોખા હશે. સરકારના પ્રયાસોથી ટામેટા અને ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડો કરવામાં મદદ મળી છે.
તેમણે કહ્યું કે, જ્યારથી અમે ભારત આટા વેચવાનું શરૂ કર્યું છે ત્યારથી છેલ્લા છ મહિનામાં ઘઉંનો ફુગાવો શૂન્ય છે. અમે ચોખામાં પણ આ જ અસર જોશું. તેમણે જણાવ્યું કે, મધ્યમ વર્ગના લોકોની પ્લેટમાં જતી વસ્તુઓના ભાવ એકદમ સ્થિર છે.
પિયુષ ગોયલે કહ્યું કે, સરકાર પોસાય તેવા દરે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં સક્રિય છે. તેમણે 100 મોબાઈલ વાનને પણ ફ્લેગ ઓફ કરી, જે ભારત ચાવલ વેચશે અને પાંચ લાભાર્થીઓને પાંચ કિલોના પેકનું વિતરણ કર્યું.












Click it and Unblock the Notifications
