Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Opinion Poll : બીજેપીના હાથમાંથી સરકી રહ્યું છે કર્ણાટક? જાણો શું કહે છે C વોટર ઓપિનિયન પોલ?

Karnataka

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ, બીજેપી અને જેડીએસ સહિતના પક્ષો ચૂંટણીની તારીખો જાહેર થતાં જ એક્શનમાં આવી ગયા છે. રાજ્યમાં 224 બેઠકો પરની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને બીજેપી બહુમતી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ વખતે ગઈ વખતની કિંગમેકર બનેલી જેડીએસ પાર્ટી વધુમાં વધુ બેઠકો જીતવા માટે સખત પ્રયાસ કરશે. 10 મેના રોજ રાજ્યમાં મતદાનથી ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે ત્યારે હવે C વોટરનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.

C વોટર ઓપિનિયન પોલના આંકડા બીજેપીનું ટેન્શન વધારનારા છે. આંકડા અનુસાર કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ સીટો મળી રહી છે. કોંગ્રેસને 115-127 બેઠકો, ભાજપને 68-80 બેઠકો, જેડીએસને 23-35 બેઠકો તેમજ અન્યને 0-2 બેઠકો મળવાની સંભાવના છે.

ABP-CVoter એ કર્ણાટકના પ્રદેશોના આધારે આ સર્વે કર્યો છે. સર્વેમાં 24 હજાર 759 લોકોના અભિપ્રાયને સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વે ઓલ્ટ મૈસૂર, ગ્રેટર બેંગ્લોર, હૈદરાબાદ કર્ણાટક અને મધ્ય કર્ણાટકમાં કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કયા પ્રદેશમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે?

ગ્રેટર બેંગ્લોર રિજન 32 સીટ - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 37 ટકા
કોંગ્રેસ-39 ટકા
જેડીએસ-20 ટકા
અન્ય - 4 ટકા

ગ્રેટર બેંગ્લોર રિજન 32 સીટ - કઈ પાર્ટીને કેટલી સીટ?
ભાજપ-11-15
INC-15-19
જેડીએસ-1-3
અન્ય-0-1

ઓલ્ડ મૈસુર રિજન 55 સીટ - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 20 ટકા
કોંગ્રેસ - 36 ટકા
જેડીએસ - 36 ટકા
અન્ય-8 ટકા

ઓલ્ડ મૈસુર રિજન 55 સીટ - કઈ પાર્ટીને કેટલી સીટ?
ભાજપ-1-5
કોંગ્રેસ-24-28
જેડીએસ-26-27
અન્ય-0-1

મધ્ય કર્ણાટક 35 બેઠકો - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 38 ટકા
કોંગ્રેસ - 41 ટકા
જેડીએસ- 13 ટકા
અન્ય - 8 ટકા

મધ્ય કર્ણાટક 35 બેઠકો - કઈ પાર્ટીને કેટલી સીટ?
ભાજપ - 12-16
કોંગ્રેસ - 18-22
જેડીએસ - 1-2
અન્ય - 0-1

કોસ્ટલ કર્ણાટકની 21 બેઠકો - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 46 ટકા
કોંગ્રેસ - 41 ટકા
જેડીએસ - 6 ટકા
અન્ય - 7 ટકા

કોસ્ટલ કર્ણાટકની 21 બેઠકો - કઈ પાર્ટીને કેટલી સીટ?
ભાજપ - 9-13
કોંગ્રેસ - 8-12
જેડીએસ - 0-1
અન્ય - 0-1

મુંબઈ-કર્ણાટકમાં કુલ 50 સીટ - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 43 ટકા
કોંગ્રેસ - 43 ટકા
જેડીએસ - 7 ટકા
અન્ય - 7 ટકા

મુંબઈ-કર્ણાટકમાં કુલ 50 સીટ - કઈ પાર્ટીને કેટલી સીટ?

ભાજપ - 21-25
કોંગ્રેસ - 25-29
જેડીએસ - 0-1
અન્ય - 0-1

હૈદરાબાદ કર્ણાટકમાં કુલ 31 સીટ - કઈ પાર્ટીને કેટલા ટકા મત?
ભાજપ - 37 ટકા
કોંગ્રેસ - 44 ટકા
જેડીએસ - 13 ટકા
અન્ય - 6

હૈદરાબાદ કર્ણાટકમાં કુલ 31 સીટ - કઈ પાર્ટીને કેટલી સીટ?
ભાજપ - 8-12
કોંગ્રેસ - 19-23
જેડીએસ - 0-1
અન્ય - 0-1

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X