જાણો કોણ છે ઈસરોને અવકાશમાં મદદ કરી રહેલી વ્યોમમિત્ર? ગગનયાનમાં કરી રહી છે ખાસ મદદ
ભારતે તેના ગગનયાનના પહેલા પડાવને સફળતા પુર્વક પાર કરી લીધુ છે. ઈસરોએ આજે તેની પહેલી ટેસ્ટ ફ્લાઈટને સફળતાપુર્વક પાર પાડી દીધી છે.
ગગનયાનના ક્રૂ મોડ્યુલને ISROના વૈજ્ઞાનિકોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કર્યુ છે. તેનું લોન્ચિંગ શરૂઆતમાં સવારે 8.45 વાગ્યે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ કેટલીક ખામીઓને કારણે તેને થોડા સમય માટે અટકાવાયુ હતું.

તમને જણાવી દઈએ કે કેટલાક લોકો તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ TV-D1 કહે છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે એક હ
આ તો લોન્ચિંગની વાત છે, પરંતુ આજે આ લેખમાં અમે તમને તેનાથી સંબંધિત વ્યોમિત્ર વિશે જણાવીશું, જેના વિશે આખી દુનિયા જાણવા માંગે છે. મહિલા હ્યુમનૉઇડ વ્યોમમિત્રની ચર્ચા થઈ રહી છે.
વ્યોમમિત્ર શબ્દ બે સંસ્કૃત શબ્દોથી બનેલું છે. પહેલો શબ્દ વ્યોમ એટલે કે અવકાશ અને બીજો શબ્દ છે મિત્ર એટલે કે મિત્ર. વ્યોમમિત્રનો અર્થ અવકાશનો મિત્ર થાય છે. જે કોઈપણ સામાન્ય માણસ કરતાં તેના વિશે વધુ જાણે છે.
વ્યોમમિત્ર પણ આવી જ છે અને તેઓ મનુષ્ય કરતાં અવકાશ વિશે વધુ જાણે છે. તમને નવાઈ લાગશે કે, અમે જે વ્યોમમિત્ર વિશે વાત કરી રહ્યા છીએ તે વાસ્તવમાં એક મહિલા હ્યુમનૉઇડ છે. 2021માં હ્યુમન સ્પેસફ્લાઇટ અને એક્સિલરેશન દરમિયાન પહેલીવાર તે લોકો સામે આવી હતી.
ગગનયાન મિશનની સાથે વ્યોમમિત્ર અવકાશમાં તમામ પ્રકારની માનવ પ્રવૃત્તિઓનું અનુકરણ કરે છે. તે ત્યાં પર્યાવરણીય નિયંત્રણ લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે કામ કરશે. આ સાથે વ્યોમિત્ર ગગનયાન મિશનના મોડ્યુલ પેરામીટર્સ પર નજર રાખશે. વ્યોમમિત્ર મોડ્યુલ માટે એલર્ટ, લાઇફ સપોર્ટ અને સ્વિચ પેનલ ઓપરેશન મોકલવાનું કામ પણ કરી શકે છે.












Click it and Unblock the Notifications
