અચાનક મુંડેએ કહ્યું 'અલવિદા', પક્ષ-વિપક્ષના નેતા શોકગ્રસ્ત
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું મંગળવારે સવારે એક કાર અકસ્માતમાં નિધન થયું. આ સમાચાર સાંભળીને જાણે ભારતીય રાજકારણમાં એક સોપો પડી ગયો છે. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓમાં ભારે દુ:ખની લાગણી જોવા મળી રહી છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં મુંડેના સહયોગી નિતિન ગડકરીએ જણાવ્યું કે શ્રી મુંડે દિલ્હી હવાઇમથક જવા માટે નીકળ્યા હતા. અને સવારે લગભગ 6.20 કલાકે તેમની કારને પૃથ્વીરાજ રોડ તથા અરવિંદો માર્ગની વચ્ચે એક અન્ય કારે ટક્કર મારી દીધી. ત્યારબાદ તેમના ખાનગી સહાયક તથા અંગત ડ્રાઇવર તેમને એઇસ્મ ટ્રોમા સેન્ટરમાં લઇ ગયા. જોકે અકસ્માતમાં મુંડેને કોઇ ગંભીર ઇજા પણ આવી ન્હોતી. અકસ્માતના કારણે તેમનું હૃદય બેસી જવાના કારણ તેમનું નિધન થયું હતું.
ગોપીનાથ મુંડેનું અચાનક નિધન થવાના કારણે ખાસ કરીને ભાજપમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી.
આવો જોઇએ મુંડેના નિધન પર કોણે શું કહ્યું...

સુષમા સ્વરાજ
મારા વરિષ્ઠ સહયોગી શ્રી ગોપીનાથ મુંડેના અચાનક નિધનના સમાચારથી ખૂબ જ શોકમાં છું. તેમના શોકમય પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.

રાજનાથ સિંહ
શ્રી ગોપીનાથ મુંડેના નિધનના સમાચાર મળતા મને જોરદાર ધક્કો લાગ્યો છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા, જે ગરીબો અને ખેડૂતોની ચિંતા કરતા હતા.

શિવરાજ સિંહ ચૌહાણ
પ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાત મુંડેના અસામયિક નિધનના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ.

દિગ્વિજય સિંહ
એક મહાન નેતા અને મારા અંગત મિત્ર ગોપીનાથ મુંડેના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.

રામ માધવ, આરએસએસ
આરએસએસના પ્રમુખ મોહન ભાગવત આજે દિલ્હીમાં ગોપીનાથ મુંડેના છેલ્લા દર્શન કરશે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સંજય નિરુપમ
શ્રી ગોપીનાથ મુંડેના નિધનથી ખૂબ જ દુ:ખી અને આઘાતમાં છું. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સહાનુભૂતિ છે.

ડો. રમણ સિંહ
તેમના(ગોપીનાથ મુંડે)ના નિધનથી દેશે અને મહારાષ્ટ્રે એક કુશળ અને કર્મઠ જન પ્રતિનિધિ અને સમાજસેવીને હંમેશા માટે ગુમાવી દીધો.

વસુંધરા રાજે
સમાજના છેવાડાના લોકોના ઉત્થાન માટે શ્રી ગોપીનાથ મુંડેએ હંમેશા પોતાનો અવાજ બુલંદ કર્યો છે. તેમનું નિધન વ્યક્તિગત અને ભાજપ સંગઠન માટે અપૂરણીય ક્ષતિ છે.

લાલુ પ્રસાદ યાદવ
મુંડેજીના અચાનક નિધનથી મને અને મારી પાર્ટીને દુ:ખ થયું છે. મેં એક મિત્ર ગુમાવી દીધો જે ગરીબ, વંચિત લોકોના ઉત્થાનની વાત કરતો.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું છેકે, મારા મિત્ર અને સહયોગી ગોપીનાથ મુંડેજીના નિધનથી મને ઘણું દુઃખ પહોંચ્યું છે અને હું શોકગ્રસ્ત છું. તેમના નિધનથી દેશ અને સરકારને મોટો ઝટકો પહોંચ્યો છે. તેઓ એક સાચા માસ લીડર હતા. તેઓ પછાત જાતીમાંથી આવ્યા હતા, તેમણે લોકસેવામાં એક અગ્રીમ અને ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. હું તેમના પરિવારને સહાનુભૂતિ પાઠવું છું. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવારની પડખે છીએ.

અનુરાગ ઠાકુર
ગોપીનાથ મુંડેના નિધનથી હું અચંબિત અને દુ:ખી છું. મુંડે જમીન સાથે જોડાયેલા નેતા હતા અને આશ્ચર્યજનક વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

અરુણ જેટલી
ગોપીનાથ મુંડેના નિધનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો છું. મેં એક સારો મિત્ર ગુમાવી દીધો.

ઓમર અબ્દુલ્લાહ
ગોપીનાથ મુંડેના દુ:ખદ અને અસામયિક નિધન અંગે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. હું તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું.

મધુસૂદન મિસ્ત્રી, કોંગ્રેસ
મુંડેના નિધનથી અમે સૌ દુ:ખી છીએ. મહારાષ્ટ્રના વિકાસમાં મુંડેનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ મહારાષ્ટ્ર માટે કામ કરતા હતા. મેં ઘણા પ્રસંગોએ તેમની સાથે વાત કરી છે. તેમના જવાથી એક શૂન્ય બની ગયું છે, મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

અરવિંદ કેજરીવાલ
મુંડેના મોતના સમાચાર સાંભળીને દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તેમની આત્માને શાંતિ મળે.












Click it and Unblock the Notifications
