• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૃષ્ણ જન્માષ્ટમી 2021: રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે આખા દેશમાં જન્માષ્ટમીનુ પર્વ 30 ઓગસ્ટના રોજ મનાવવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના કૃષ્ણ મંદિરોમાં આજે સવારથી જ 'હરે રામા હરે કૃષ્ણા'ના જયકારા ગુંજી રહ્યા છે. જો કે કોરોના સંકટના કારણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભવ્ય કાર્યક્રમ નથી થઈ રહ્યા પરંતુ આજના આ પાવન પર્વ પર દેશભર અને દુનિયાના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.

આ શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે, 'સૌ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ!' વળી, મહામહિમ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'જન્માષ્ટમીના શુભ અવસર પર સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જીવન-ચરિત વિશે જાણવા અને તેમના સંદેશો પ્રત્યે સ્વયંને સમર્પિત કરવાનો અવસર છે. મારી કામના છે કે આ તહેવાર બધાના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંચાર કરે.'

English summary
Krishna Janmashtami 2021: PM Narendra Modi and President Ram Nath Kovind greet the nations on Janmashtmi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X