કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 આતંકવાદી ઠાર મરાયો

કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરઃ કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલુગામના નાગનાડ-ચિમ્મેર વિસ્તારમાં ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ મુજબ આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીરના પોલીસ અને સેનાના જવાનો સામેલ છે. સુરક્ષાકર્મીને કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાની જાણકારી મળી હતી, જે બાદ તેમણે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. જો કે કેટલા આતંકવાદીઓ છૂપાયા છે તે હજી સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો, હજી પણ એન્કાઉન્ટર ચાલુ છે.

encounter

જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરની નિયત્રણ રેખા પર આતંકવાદીઓ સતત ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આપણા દેશની સેના તેમને ગોળીઓથી ઢેર કરી રહી છે. ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી નજીક આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાની કોશિશ કરી પરંતુ તેમના નાપાક ઈરાદા પર સેનાએ પાણી ફેરવી દીધું હતું. ભારતીય સેનાએ ઘુસણખોરી કરનાર અજ્ઞાત આતંકવાદીઓને ઠાર માર્યો. આ આતંકવાદી પાસેથી એક રાઇફલ પણ જપ્ત કરાઇ હતી. કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રમણ રેખા પર સૈનિકોને અજ્ઞાત વ્યક્તિનું માલૂમ પડ્યું. ઘુસણખોરીની કશિશ કરી રહેલા આતંકવાદીઓને સૈનિકોએ તરત ઠાર માર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X