For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા IAS નો સીનિયર અધિકારી પર શોષણનો આરોપ

હરિયાણામાં મહિલા આઈએએસ અધિકારીએ પોતાના વરિષ્ઠ અધિકારી સુનીલ ગુલાટી પર શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલા અધિકારીએ ફેસબુક પર પોસ્ટ દ્વારા રવિવારે અધિકારી પર આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં મહિલા આઈએએસ અધિકારીએ પોતાના વરિષ્ઠ અધિકારી સુનીલ ગુલાટી પર શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલા અધિકારીએ ફેસબુક પર પોસ્ટ દ્વારા રવિવારે અધિકારી પર આરોપ લગાવ્યો છે. મહિલાએ પોતાની ફરિયાદની એક કોપી કેન્દ્ર સરકારને પણ આપી છે. સુનીલ ગુલાટી હરિયાણામાં એડિશનલ ચીફ સેક્રેટરી છે. તેમણે મહિલા અધિકારીના આરોપોનું ખંડન કરતા તેને નિરાધાર ગણાવ્યા છે.

ફેસબુક પોસ્ટ પર લગાવ્યો આરોપ

ફેસબુક પોસ્ટ પર લગાવ્યો આરોપ

હરિયાણા સ્ટેટ કમિશન ફૉર વીમેનના ચેરપર્સન પ્રતિભા સુમને કહ્યુ કે મામલાની તપાસ પેનલ કરશે અને તેઓ જાતે આ મામલાની અપડેટ લેશે. તેમણે કહ્યુ કે અમે બંને અધિકારીઓને પૂછપરછ માટે બોલાવીશુ. વળી, મહિલા અધિકારીએ ફેસબુક પર ઘણી મોટી પોસ્ટ દ્વારા પોતાની ફરિયાદ લોકો સામે રાખી છે. મહિલા અધિકારીએ કહ્યુ કે તેણે પોતાની ફરિયાદ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને પણ મોકલી છે. તેમનું કહેવુ છે કે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી તેમને તેમની ફરિયાદ પર કોઈ જવાબ મળ્યો નથી. જો કે મહિલા અધિકારીએ હજુ સુધી ચંદીગઢ પોલિસને આની ફરિયાદ કરી નથી.

ઓફિસમાં બોલાવીને આપી ધમકી

ઓફિસમાં બોલાવીને આપી ધમકી

વળી, આ તરફ સુનીલ ગુલાટીએ પોતાના પર લાગેલા આરોપો પર કહ્યુ કે મહિલા અધિકારી જે પણ કરી રહી છે તે ખોટુ છે. હું આનુ સંપૂર્ણપણે ખંડન કરુ છુ. હું આની તપાસ માટે તૈયાર છુ. મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે 22 મે ના રોજ ગુલાટીએ તેમને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને ધમકી આપી હતી. તેમણે કહ્યુ કે તુ ફાઈલો પર એ બધુ કેમ લખે છે કે વિભાગે શું શું ખોટુ કર્યુ છે, હું તારી ધજિયા ઉડાવી દઈશ.

ગુલાટીએ કર્યુ આરોપોનું ખંડન

ગુલાટીએ કર્યુ આરોપોનું ખંડન

31 મે ની ઘટના યાદ કરતા મહિલા અધિકારીએ લખ્યુ કે ગુલાટીજીએ મને ધમકાવી કે આવી ટીપ્પણીઓ ફાઈલોની નોટિંગ પર લખીશ તો કોઈ ઉલ્ટુ લટકાવી દેશે. અમે લોકો માફી નથી આપતા. મહિલા અધિકારીએ જણાવ્યુ કે ગુલાટીએ તેમને ધમકી આપી હતી કે તે એનો એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ બેકાર કરી દેશે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે અધિકારીએ મોડી સાંજ સુધી તેમને ઓફિસમાં બેસી રહેવા માટે મજબૂર કરી. મહિલાએ વરિષ્ઠ અધિકારી પર ગાળો બોલવાનો પણ આરોપ લગાવ્યો છે.

English summary
Lady IAS officer alleges exploitation against senior officer. She says he threatens me uses abusive language.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X