લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર: 13 પોલીસકર્મી સહિત 21ને ઉંમરકેદ

arrested
મુંબઇ, 12 જુલાઇ: રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં મુંબઇની સેશન કોર્ટે સજાનું એલાન જાહેર કર્યું છે. કોર્ટે આ મુદ્દે 21 લોકોને ઉંમરકેદની સજા સંભળાવી છે જેમાં 13 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ કેસના સરકારી પક્ષે 15 લોકોને સજા-એ-મૌત આપવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો સહયોગી બતાવવામાં આવતો હતો અને 11 નવેમ્બર 2006ના રોજ સાંજે અંધેરીના નાના નાની પાર્ક પાસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો.

લખન ભૈયા પર 12 હત્યા સહિત કુલ 19 કેસ દાખલ હતા. કુલ 21 આરોપીઓમાંથી 13 મુંબઇ પોલીસ સાથે જોડાયેલા છે. તેમના લખનને ઘરમાંથી ઉઠવવાનો અને બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા કરવાનો આરોપ હતો. ઘટનાના થોડા સમય બાદ લખનના ભાઇ રામ પ્રસાદ ગુપ્તાની ફરિયાદ પર બોમ્બે હાઇકોર્ટે આખા કેસમાં તપાસના આદેશ આપ્યા હતા. તપાસ પોલીસવાળા ખોટા સાબિત થયા અને તેમના પર બનાવટી એન્કાઉન્ટરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બધા પોલીસવાળાઓ પર અપહરણ અને હત્યાના આરોપ લાગેલા છે. લખન ભૈયાના ભાઇનો આરોપ છે કે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માએ તેમના ભાઇને મારવાની સોપારી લીધી હતી.

જે પોલીસ અધિકારીઓને સજા સંભળાવવામાં આવી છે તેમના નામ:

પ્રદિપ સૂર્યવંશી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર

નિતિન સરતેપ પોલીસ ઇન્સ્પેક્ટર

અરવિંદ સારવનકર પોલીસ ઇન્સ્પેક્ટર

ગણેશ હરપુડે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

આનંદ પઠાદે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

પાંડુરામ કોકમ પોલીસ કોન્સ્ટેબલ

તાનાજી દેસાઇ પોલીસ કોન્સ્ટેબલ

રત્નાકાર કામલે પોલીસ કોન્સ્ટેબલ

વિનાયક શિંદે પોલીસ કોન્સ્ટેબલ

દેવીદાસ સકપાલ પોલીસ કોન્સ્ટેબલ

દિલીપ પલાંડે પોલીસ ઇન્સ્પેક્ટર

પ્રકાશ કદમ પોલીસ કોન્સ્ટેબલ

સંદીર સરદાર પોલીસ કોન્સ્ટેબલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X