For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ અમેરિકાના એજન્ટ છે: લાલૂ પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-lalu-prasad
કિશનગંજ, 11 નવેમ્બર: ભષ્ટ્રાચાર વિરૂદ્ધ અભિયાન ચલાવી રહેલા સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાંધતાં રાજદ સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવે શુક્રવારે કહ્યું હતું કે કેજરીવાલ અમેરિકાના એજન્ટ છે અને તે એનજીઓની આડમાં વિદેશી તાકતોના હાથોમાં રમી રહ્યાં છે.

પરિવર્તન યાત્રા દરમિયાના બિહારના કિશનગંજ જિલ્લામાં લાલૂ પ્રસાદે સંવાદદાતાઓને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અમેરિકન એજન્ટ છે. તે એનજીઓની આડમાં વિદેશી તાકતોના હાથોમાં રમી રહ્યાં છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જે નિવેદનો કરી રહ્યાં છે તે જુઠ્ઠા અને પોલા છે. તે માનસિક રોગથી પીડાય છે. તેમને આ રોગની સારવાર બાબા રામદેવ પાસે જઇને કરાવવી જોઇએ. ત્યારબાદ રૂસઘાસ મેદાનમાં એક સભાને સંબોધતા બિહારની સત્તારૂઢ સરકારને આડે હાથ લીધી હતી.

લાલૂ પ્રસાદ યાદવે નિતિશ કુમાર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે વર્તમાન સરકારનો અસલી ચહેરો જનતાએ ઓળખી લીધો છે. નિતિશ કુમારે મારી પાસે ટ્રેનિંગ લીધી છે અને સરકાર ચલાવવા માટે હવે તે આરએસએસના ખોળામાં બેસી ગયા છે. તે ધર્મનિરપેક્ષતાનું નાટક કરી રહ્યાં છે. નિતિશ કુમારની પાકિસ્તાન યાત્રાની ટીકા કરતાં લાલૂ પ્રસાદે કહ્યું હતું કે મુખ્યમંત્રી સીન સપાટા મારવા માટે પાકિસ્તાનના પ્રવાસે ગયા છે.

English summary
Lalu Prasad today hit out at IAC activist Arvind Kejriwal and dubbed him an 'agent of America'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X