લાલુ લખશે આત્મકથા, કરશે મોટા ખુલાસા
પટણા, 16 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પોતાના વિરોધીઓને ઉઘાડા કરવા માટે એક પુસ્તક લખવાની યોજના બનાવી છે.

લાલુએ કહ્યું કે, મારું પુસ્તક સંપૂર્ણપણે સાચી કહાણી અને બિહાર અને દેશના ચાર દશકાના રાજકારણ પર આધારિત હશે. આ રાજકારણમાં મોટા ચહેરાના ખુલાસા કરશે કે કેવી રીતે રાજકારણ ટોચ પર પહોંચ્યુ. તેમણે સામાન્ય ચૂંટણી બાદ પુસ્તક લખવાના સંકેત આપ્યા છે. તે કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટી સાથે મજબૂધ ધર્મનિર્પેક્ષ ગઠબંધન બનાવવાના પક્ષમાં છે. લાલુ પ્રસાદ પર ઘાસચારા કૌભાંડમાં સંડોવણી હોવાના આરોપ લાગ્યા બાદ તેમને 1997માં બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતુ અને તેમના સ્થાને તેમના પત્ની રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.












Click it and Unblock the Notifications
