For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, બંને કિડનીમાં ચેપ લાગ્યો

950 કરોડના ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની કેદની સજા ફટકાર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ યાદવની તબિયત પ્રતિદિન ખરાબ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, 950 કરોડના ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની કેદની સજા ફટકાર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ યાદવની તબિયત પ્રતિદિન ખરાબ થઇ રહી છે. તેમને બંને કિડનીમાં ચેપ લાગ્યો છે.

લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી

લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી

તેમના બ્લડ પ્રેશર અને બ્લડ શુગરમાં વધારો થવાને કારણે, તેમણે તેમના ખોરાકનું સેવન ઓછું કર્યું છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે વાત કરતા, મુખ્ય ચિકિત્સક ડો. ઉમેશ પ્રસાદે રાંચીમાં કહ્યું હતું કે, બંને કિડનીના ચેપ મળી આવ્યા છે અને તેમનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર પણ સ્થિર નથી, જેના માટે તેમને દવા આપવામાં આવી રહી છે. ડોક્ટરો અનુસાર લાલુ પ્રસાદ યાદવનું કિડની લેવલ 37 ટકા કામ કરી રહ્યું છે તેમની કિડનીને 63 ટકા જેટલું નુકશાન પહોંચ્યું છે તેમના લોહીમાં પણ ચેપ છે.

રોજ ચાર ઈંડા ખાઈ રહ્યા છે લાલુ યાદવ

રોજ ચાર ઈંડા ખાઈ રહ્યા છે લાલુ યાદવ

ડોકટરોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા લાલુને ફોડો થયો હતો, જેની તપાસ કરવામાં આવી હતી, તે જ સમયે, તેમને તેના ચેપ વિશે જાણ થઈ હતી, હાલ લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે લાલુ પ્રસાદ યાદવ તેમની કિડની ફીટ કરવા માટે દરરોજ ચાર ઇંડા ખાઈ રહ્યા છે.

ખાવા પીવામાં ઘણી પરેજી

ખાવા પીવામાં ઘણી પરેજી

લાલુ યાદવને વરસાદની મોસમમાં ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમને વધુ ખાવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલના ડોક્ટર ડીકે ઝાએ જણાવ્યું કે લાલુ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી સતત કેરી ખાતા હતા, જેના કારણે તેમનું સુગર વધી ગયું. તેમને નિયંત્રિત કરવા માટે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. જે બાદ હવે લાલુ યાદવને કેરી ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

નોનવેજ ખાવા પર પ્રતિબંધ

નોનવેજ ખાવા પર પ્રતિબંધ

લાલુ યાદવને નોન-વેજ ખાવા પર ડોકટરોએ પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો હતો. ડોકટરોએ કહ્યું કે આવું ખાવાથી શુગરનું સ્તર ઝડપથી વધી જાય છે. તમને જણાવી દઈએ કે ઘણા કેસોમાં દોષિત ઠેરવ્યા બાદ તે 2017 અને 2018 માં જેલની સજા ભોગવી રહ્યા છે.

આ પણ વાંચો: સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગ

English summary
Lalu Prasad is not stable as his kidneys are not functioning properly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X