કોંગ્રેસ સાથે હાથ મિલાવશે લાલૂ, કહ્યું સોનિયા છે મહાન
પટણા, 18 ડિસેમ્બર: આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી નિકળ્યા બાદ જ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. પોતાની ગુમાવેલી સાખને ફરીથી પ્રાપ્ત કરવા માટે બિહારમાં પોતાની પાર્ટીના અસ્તિત્વની શોધ કરી રહેલા લાલૂ યાદવે કોંગ્રેસનો હાથ પકડવાનો નિર્ણય કર્યો છે. લાલૂ યાદવે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની સાથે ગઠબંધનની વાત કહી. જો કે કોંગ્રેસે હજુ સુધી આ મુદ્દે પત્તાં ખોલ્યા નથી, પરંતુ લાલૂ યાદવે પોતાના તરફથી કોંગ્રેસની સાથે એકતરફી ગઠબંધનની જાહેરાત કરી દિધી. લાલૂ યાદવે સોનિયા ગાંધીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક મહાન નેતા છે. તેમને કહ્યું હતું કે વડાપ્રધાનના પદ માટે કોંગ્રેસના ઉમેદવાર ભલે રાહુલ ગાંધી હોય કે બીજું કોઇ આરજેડી કોંગ્રેસની સાથે રહેશે.

સૂત્રોનું માનીએ તો લાલૂ પ્રસાદ યાદવની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બિહારના રાજકીય સ્થિતી મુદ્દે વિસ્તાર પૂર્વક વાત થઇ. કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલનો જવાબ આપતાં લાલૂ પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધી હોય કે પછી કોંગ્રેસ બીજા કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરે, એ તેમનો અધિકાર છે પરંતુ કોંગ્રેસ સામે અમે સમજૂતી કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે બિહારમાં એકલા જ ચૂંટણી લડી હતી. પાર્ટીના જાણકારોનું માનીએ તો લાલૂ સાથે હાથ મિલાવીને તેમની પાર્ટીની છબિ નબળી પડી જશે. એવામાં પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એકલા ચાલવાનો નિર્ણય કર્યો હતો. જો આ વખતે પણ તેમનું મન અડગ રહેશે તો લાલૂની ઇચ્છા પુરી થશે નહી.












Click it and Unblock the Notifications
