પટણામાં પરિવર્તન રેલીથી લોંચ કરશે લાલુ પોતાના 'લાલ'ને!

lalu
પટણા, 15 મે : બિહારમાં નીતિશ સરકારની સામે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ એકવાર ફરી મેદાનમાં ઉતરી આવ્યા છે. પટણામાં આજે આરજેડીની પરિવર્તન રેલી યોજાવા જઇ રહી છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની નીતિયોનો વિરોધ કરવાના છે.

લાલુ યાદવનો દાવો છે કે આ રેલીમાં આવનારી ભીડથી જ માલૂમ પડી જશે કે બિહારમાં નીતિશ સરકારની ઉંધી ગણતરી શરૂ થઇ ચૂકી છે. રેલીને ધ્યાનમાં રાખતા આખા પટણા શહેરને પોસ્ટરોથી સજાવી દેવામાં આવ્યું છે. અને પોસ્ટરોમાં લાલુની સાથે તેમના પુત્ર તરૂણ અને તેજસ્વીની તસવીર છાપવામાં આવી છે એટલે સ્પષ્ટ છે કે લાલુ હવે પોતાના પુત્રોને રાજકિય અખાડામાં ઉતારવા માટે તૈયાર છે.

લાલુ યાદવના પુત્રો જ નહીં પરંતુ તેમની દીકરી પણ રાજનીતિમાં રસ ધરાવે છે. પટણામાં આજે લાલુની પાર્ટી તરફથી રેલી યોજાવાની છે. રૈલીની તૈયારીઓની કમાન તેમના બંને પુત્રો તરૂણ અને તેજસ્વીએ સંભાળી છે, પરંતુ લાલુની સૌથી મોટી દીકરી મીસા ભારતી પણ અત્રે પહોંચી ગઇ છે. આ પ્રસંગે મીસા ભારતીએ કહ્યું કે તક મળશે તો તે પણ રાજકારણમાં ઝંપલાવશે.

લાલુ પોતાની પરિવર્તન રેલી દ્વારા નીતિશ કુમાર પર નિશાનો સાધવાના છે પરંતુ તેમની વાત સાંભળવા માટે નીતિશ કુમાર પટણામાં હાજર નથી, નીતિશ કુમાર યોજના આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X