અડવાણી માટે 'સતી' થઇ જશે નીતિશઃ લાલુ

લાલુએ કહ્યું કે, આ પક્ષમાં અટલ-અડવાણી યુગનો અંત છે. તેનાથી સૌથી વધારે દુઃખી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયુ મુખિયા શરદ યાદવ છે. આ પહેલા મંડળ-કમંડળની વાત કરતા હતા અને હવે કમંડળમાં ઘુસેલા છે. બન્ને અડવાણીના રમકડા બનેલા છે. તેમના કહેવાથી જ તેઓ સતત પ્રધાનમંત્રી પદના ઉમેદવારને ઘોષિત કરવાની માંગ કરી રહ્યાં હતા, હવે બધો ભાંડો ફૂટી રહ્યો છે, હું રવિવારથી બોલી રહ્યો છું કે શિવસેનાનું વલણ તો સ્પષ્ટ છે, પરંતુ શરદ યાદવ અને જેડીયુ મોદીની જાહેરાત બાદ ચૂપ કેમ છે.
ત્યારબાદ પોતાના હુમલાને વધુ તેજ બનાવતા લાલુએ ત્યાં સુધી કહી દીધું કે સતી પ્રથાનું નામોનિશાન મટી ગયુ હતુ, પરંતુ હવે પાપનો ઘડો ફૂટ્યો છે. તો શરદજી અને જેડીયુના લોકો અડવાણી માટે સતી થઇ જશે.












Click it and Unblock the Notifications
