શકીલે ઉડાવી મજાક જ્યારે લાલુ અને શિવાનંદ મોદીના કાયલ!
નવી દિલ્હી, 29 જુલાઇ : નરેન્દ્ર મોદીને લઇને ગરમાઇ રહેલી દેશના રાજકારણમાં જાત-જાતના નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે વિઝાના મુદ્દા પર તેમની મજાક ઉડાવી તો, આશ્ચર્યજનક રીતે આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ અને જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ મોદીના વખાણ કર્યા છે. જ્યારે શિવાનંદ તિવારીએ મોદીની લોકપ્રિયતા બતાવી છે, અને લાલુએ એ વાતનો સ્વીકાર કર્યો કે આખા દેશમાં મોદી નામની લહેર છે.
શું બીજેપી મોદીને બાલીશ ગણે છે?
શકીલ અહમદે મોદીના વિઝા મુદ્દાને લઇને તેમના પર અને રાજનાથ સિંહ પર વ્યંગ્ય કરતા પરોક્ષ રીતે એ સવાલ ઉઠાવ્યો કે શું ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ નરેન્દ્ર મોદીને અણસમજુ બાળક ગણે છે? તેમણે ટ્વિટર પર જણાવ્યું કે 'હું અમેરિકાની પાસે કેનેડામાં છું. રાજનાથ સિંહજીને જણાવવું જોઇએ કે અમેરિકામાં અભિભાવકોને માત્ર બાલીશ લોકો માટે વિઝા આપવાની પરવાનગી છે.'
સિંહે ગયા અઠવાડીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનમાં અમેરિકન સાંસદોની સામે વિઝાનો મુદ્દો ઉઠાવશે અને 'અમેરિકા સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને વિઝા આપવાની અપીલ કરશે.'
જોકે, પાર્ટી પ્રમુખની ટિપ્પણી પર કોંગ્રેસના હુમલાનો જવાબ આપતા બીજેપીએ બાદમાં સ્પષ્ટ કર્યું હતું કે સિંહે ઓબામાં પ્રશાસનને મોદીને વિઝા નહીં આપવાનો આગ્રહ નથી કર્યો અને ક્યારેય આના માટે મોદીએ અરજી પણ નથી કરી.
અમેરિકા કહી ચૂક્યું છે કે જો મોદી વિઝા માટે અરજી કરશે તો, તેની પર અમેરિકન નીતિ નિયમોને આધારે વિચાર કરવામાં આવશે. અહમદે શનિવારે પણ વિઝા વિવાદને લઇને બીજેપી પર નિશાનો સાધ્યો હતો.
મોદીની લોકપ્રિયતામાં શંકા નથી: શિવાનંદ તિવારી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ખાસ માનવામાં આવતા જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઇ પણ પ્રકારની શંકા થઇ શકે નહીં. બીજેપીની સાઝે જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ આ પહેલી તક છે જ્યારે જેડીયૂના કોઇ મહત્વના નેતાએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હોય.
ઉલ્લેખનીય છે કે ગઠબંધન તૂટવાના કારણમાં નરેન્દ્ર મોદી જ રહ્યા. તેમને બીજેપીની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવાના નિર્ણયનમા વિરોધમાં જેડીયૂએ પોતાને એનડીએમાંથી અગલ કરી લીધું. આમ છતાં શિવાનંદ તિવારીએ રવિવારે ટીવી ચેનલની એક વાતચીતમાં માન્યું કે મોદીની લોકપ્રિયતાનો હવાલો આપ્યો. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેમના આ નિવેદનને વધારે મહત્વ ના આપવું જોઇએ.
દેશમાં મોદીની લહેર: લાલુ
આની વચ્ચે કટ્ટર બીજેપી વિરોધી માનવામાં આવતા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે દેશમાં મોદીની લહેર ચાલી રહી છે. તેમણે ઉત્તર પ્રદેશના મિર્જાપૂરમાં એક સમારંભ દરમિયાન આ વાત કહીં હતી.
જોકે માનવામાં આવી રહ્યું છે કે એ મુસ્લિમ વિસ્તારમાં લાલુનું આવું નિવેદન આપવાનું કારણ લઘુમતિઓમાં મોદીનો ભય પેદા કરવાનું હોઇ શકે છે જેથી બીજેપીની સામે મુસ્લિમ વોટોની ગોલબંધી થઇ જાય, જેનો ફાયદો તેમને થાય. ઉલ્લેખનીય છે કે જેડીયૂ અને નીતિશ કુમારની બીજેપી સાંઠગાંઠનો આરોપ લગાવતા પોતાને અડવાણીની ધરપકડ કરનાર નેતાના રૂપમાં પ્રચલિત છે. તેમનું કહેવું છે કે તેઓ જ બીજેપીને અસરકારક રીતે રોકી શકે છે.

શું બીજેપી મોદીને બાલીશ ગણે છે?
શકીલ અહમદે મોદીના વિઝા મુદ્દાને લઇને તેમના પર અને રાજનાથ સિંહ પર વ્યંગ્ય કરતા પરોક્ષ રીતે એ સવાલ ઉઠાવ્યો કે શું ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ નરેન્દ્ર મોદીને અણસમજુ બાળક ગણે છે? તેમણે ટ્વિટર પર જણાવ્યું કે 'હું અમેરિકાની પાસે કેનેડામાં છું. રાજનાથ સિંહજીને જણાવવું જોઇએ કે અમેરિકામાં અભિભાવકોને માત્ર બાલીશ લોકો માટે વિઝા આપવાની પરવાનગી છે.'

મોદીની લોકપ્રિયતામાં શંકા નથી: શિવાનંદ તિવારી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ખાસ માનવામાં આવતા જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઇ પણ પ્રકારની શંકા થઇ શકે નહીં. બીજેપીની સાઝે જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ આ પહેલી તક છે જ્યારે જેડીયૂના કોઇ મહત્વના નેતાએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હોય. ઉલ્લેખનીય છે કે ગઠબંધન તૂટવાના કારણમાં નરેન્દ્ર મોદી જ રહ્યા. તેમને બીજેપીની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવાના નિર્ણયનમા વિરોધમાં જેડીયૂએ પોતાને એનડીએમાંથી અગલ કરી લીધું. આમ છતાં શિવાનંદ તિવારીએ રવિવારે ટીવી ચેનલની એક વાતચીતમાં માન્યું કે મોદીની લોકપ્રિયતાનો હવાલો આપ્યો. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેમના આ નિવેદનને વધારે મહત્વ ના આપવું જોઇએ.

દેશમાં મોદીની લહેર: લાલુ
આની વચ્ચે કટ્ટર બીજેપી વિરોધી માનવામાં આવતા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે દેશમાં મોદીની લહેર ચાલી રહી છે. તેમણે ઉત્તર પ્રદેશના મિર્જાપૂરમાં એક સમારંભ દરમિયાન આ વાત કહીં હતી. જોકે માનવામાં આવી રહ્યું છે કે એ મુસ્લિમ વિસ્તારમાં લાલુનું આવું નિવેદન આપવાનું કારણ લઘુમતિઓમાં મોદીનો ભય પેદા કરવાનું હોઇ શકે છે જેથી બીજેપીની સામે મુસ્લિમ વોટોની ગોલબંધી થઇ જાય, જેનો ફાયદો તેમને થાય.

મોદીએ અરજી નથી કરી
જોકે, પાર્ટી પ્રમુખની ટિપ્પણી પર કોંગ્રેસના હુમલાનો જવાબ આપતા બીજેપીએ બાદમાં સ્પષ્ટ કર્યું હતું કે સિંહે ઓબામાં પ્રશાસનને મોદીને વિઝા નહીં આપવાનો આગ્રહ નથી કર્યો અને ક્યારેય આના માટે મોદીએ અરજી પણ નથી કરી.












Click it and Unblock the Notifications
