નિતિશ કુમાર કરતાં પાકિસ્તાનમાં હું વધુ લોકપ્રિય છું : લાલૂ પ્રસાદ યાદવ

lalu-prasad-yadav
સહરસા, 3 ડિસેમ્બર: મુખ્યમંત્રી નિતિશ કુમારની પાકિસ્તાન યાત્રાને પ્રચાર ફેલાવવાની ચાલ ગણાવતાં રાજદ સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવે આજે કહ્યું હતું કે પડોશી દેશમાં તે એટલા લોકપ્રિય છે કે ત્યાંના સ્થાનિક સાંસદે તેમને રેલમંત્રી બનાવવાની માંગણી કરી છે.

પરિવર્તન યાત્રા દરમિયાન સહરસામાં એક જનસભાને સંબોધિત કરતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે વહિવટી ક્ષમતાને કારણે પાકિસ્તાનના લોકો મને યાદ કરે છે. જ્યારે નિતિન કુમાર પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાંના સાંસદે સદનમાં મને પાકિસ્તાનના રેલમંત્રી બનાવવાની માંગણી કરી હતી.

લાલૂ પ્રસાદ યાદવે પાકિસ્તાનમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યૂએમ)ના સાંસદ સાજિદ અહેમદની માંગણી તરફ સંકેત કરી રહ્યાં હતા જેમાં તેમને કહ્યું હતું કે સરકાર રેલવેની સ્થિતી સુધારી શકી નથી તો લાલૂ પ્રસાદને રેલ મંત્રાલય સોંપવામાં આવે. રાજદ સુપ્રિમો 2003માં એક સંસદીય શિષ્ટમંડલના સભ્ય તરીકે પાકિસ્તાનની યાત્રાએ ગયા હતા. તે સમયે પણ તે પાકિસ્તાનમાં ખૂબ ચર્ચિત બન્યા હતા.

લાલૂ પ્રસાદ યાદવે આરોપ લગાવતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે આ વર્ષે નવેમ્બર મહિનામાં નિતિશ કુમાર બોલાવ્યા વિના પાકિસ્તાન ગયા હતા. બિહારમાં નિતિશ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા નિકળેલા લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે આતંકવાદના નામ મુસ્લિમ યુવકોને બહારના રાજ્યોની પોલીસ કહ્યા વિના ઉઠાવી જાય છે. તેમ છતાં નિતિશ કુમાર ચૂપ છે. લાલૂ પ્રસાદ યાદવે જદયૂનું ગઠબંધન ભાજપ સાથે હોવાથી સાંપ્રદાયિક શક્તિઓ માથું ઉંચકવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તે તેમના આ ઇરાદાઓને સફળ થવા નહી દે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X