મહારાષ્ટ્રના રાયગઢમાં લેન્ડસ્લાઈડ, ઘણા લોકો ફસાયા, 4 લોકોના મોત, 3 ઘાયલ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરા તાલુકાના ઈરશાલવાડી ગામમાં ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ એનડીઆરએફની બે ટીમો રવાના કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આ ભૂસ્ખલનમાં કેટલાક લોકો ફસાયા છે.
એનડીઆરએફની બે ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. મુંબઈથી વધુ બે ટીમો અહીં મોકલવામાં આવી રહી છે. રાયગઢ પોલીસે અહીં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે.

આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંત અને દાદા ભૂષે ઘટના સ્થળે પહોંચી ગયા છે.
રાયગઢ પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં અમે 22 લોકોને બચાવ્યા છે. ઘણા લોકો હજુ પણ અહી ફસાયેલા છે. 100થી વધુ પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્રના લોકો બચાવ કાર્યમાં જોડાયેલા છે. અમે એનડીઆરએફ અને સ્થાનિક લોકો તેમજ એનજીઓની મદદ લઈ રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
