કોર્ટમાં હાજર થવા જતી વખતે ટુંડા પર બે શખ્શોએ કર્યો હુમલો!
નવી દિલ્હી, 20 ઑગસ્ટ : દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં હાજરી આપવા આવેલા આતંકી અબ્દુલ કરીમ ટુંડા પર એક શખ્શે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ દિલ્હી પોલીસે બે યુવકોની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન કોર્ટે આતંકી ટુંડાને 4 દિવસ પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે.
હિન્દુ સેના સંગઠનના બે કાર્યકર્તાઓ પહેલાથી જ કોર્ટના પરિસરમાં હાજર હતા. ધરપકડ કરવામાં આવેલા એક શખ્સનું નામ વિષ્ણુ ગુપ્તા બતાવવામાં આવી રહ્યું છે. આજે કોર્ટમાં હાજરી માટે પોલીસ ટુંડાને લઇને કોર્ટમાં પહોંચી. અત્રે વિષ્ણુ નામના શખ્સે 'આતંકીને ફાંસી દો..'ના સૂત્રોચ્ચાર કર્યા અને ટુંડાના લગભગ નજીક પહોંચી ગયો હતો. આ જોઇને પોલીસે તુરત તેને પકડી પાડ્યો. અને તેની સાથે રહેલા અન્ય કાર્યકર્તા શિવ કુમાર રાઘવે તક જોઇને ટુંડાને લાફો ઝીકી દીધો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.













Click it and Unblock the Notifications
