For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: ટૂંક સમયમાં 'આપ'ને બાય-બાય કરી દેશે કુમાર વિશ્વાસ!

|
Google Oneindia Gujarati News

sushma swaraj
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

4.40pm: ઇંડોનેશિયાના પૂર્વ ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.2 આંકવામાં આવી છે.

4.20pm: સંબંધોમાં સુધાર, સુરક્ષા અને સામરિક સહયોગ માટે સુષમા સ્વરાજ અફગાનિસ્થાન પહોંચ્યા છે.

4.10pm: ઓબામાએ આઇએસ સામે લડવા માટે 5 અરબ ડોલરની માંગ સંસદમાં કરી છે.

4.00pm: ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ, દોષી સાબિત થયા તો ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

3.30pm: લોકસભા ચૂંટણી દરમિયાન મુજફ્ફરનગરમાં 4 એપ્રિલના રોજ ભડકાઉ ભાષણ આપવાના કેસમાં પોલીસે અમિત શાહ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.

3.00pm: હિસારથી ટિકીટ ન મળતાં સુભાષ ચંદ્રાની જાહેરાત, ભાજપના ઉમેદવારને મદદ કરશે.

1.00pm: દિલ્હીમાં તોડજોડથી સરકાર બનાવવાના વિરોધમાં મોદી, પોતાની તરફથી પહેલ પણ કરશે નહી ભાજપ: સૂત્ર

12.30pm: આમ આદમી પાર્ટીમાં બગાવતના સૂર, ટાઇમ્સનાઉને કહ્યું- મોદીના જન્મદિવસમાં જઇશ અને જો પાર્ટી રોકશે તો પાર્ટી છોડી દઇશ.

12.00pm: કેજરીવાલે એલજી સાથે કરી મુલાકાત, સ્ટિંગ ઓપરેશનની સીડી સોંપી

11.30am: કુમાર વિશ્વાસે એમપણ કહ્યું કે જો આમ આદમી પાર્ટી બદલાશે નહી તો હું પાર્ટી છોડી દઇશ, જો કે એ સ્પષ્ટ કર્યું નથી કે તે ભાજપ જોઇન નહી કરે.

11.00am: કુમાર વિશ્વાસના બચાવમાં ઉતર્યા યોગેન્દ્ર યાદવ, કહ્યું ટાઇમ્સ નાઉના ઇંટરવ્યુંમાં કુમાર વિશ્વાસની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો.

10.30am: જમ્મૂ-કાશ્મીરમાં લોકોને શોધવા માટે ગૂગલ એપ્લિકેશનનો ઉપયોગ, એસએમએસના માધ્યમથી મેળવી શકો છો જાણકારી

9.44 am: અરવિંદ કેજરીવાલ પોતાના સાથી નેતા સાથે એલજી નજીબ જંગને મળવા માટે આવી પહોંચ્યા છે.

9.37 am: અમે સતત લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છીએ તેમજ તેમને જરૂરીયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ- ઓમર અબ્દુલ્લા

9.15 am: એનડીટીવીના અહેવાલ અનુસાર શ્રીનગરમાં રોષે ભરાયેલા સ્થાનીકોએ એનડીઆરએફના બચાવ અધિકારીઓ પર હુમલો કર્યો. એક ઘાયલ અધિકારીને સારવાર માટે ચંદીગઢ ખસેડાયો.

9.10 am: પશ્ચિમ બંગાળના પોલિસ કર્મીની ધરપકડના એક દિવસ બાદ સીબીઆઇએ રાજ્યસભાના સાંસદ શ્રીંજોય બોસ માટે સમન્સ જારી કર્યું.

8.45 am: આર્મીએ ભારે હથિયારોના જથ્થા સાથે ત્રણ આતંકવાદીઓને કેરણ એલઓસી પર ઠાર માર્યા.

8.22 am: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અફગાનિસ્તાન પ્રવાસ માટે રવાના થયા.

8.15 am: જમ્મુ-કાશ્મીર પૂર: આર્મીના જવાનોએ શાળાઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.

English summary
Shushma Swaraj Leavs for Afghanistan and other Latest News in Brief of 10 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X