For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાનું અપમાન કરનારાઓને જમીનમાં દાટી દઇશું: મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

rao
વારંગલ, 10 સપ્ટેમ્બર: આંધ્ર પ્રદેશથી અલગ થઇને નવનિર્મિત રાજ્ય તેલંગાણાના મુખ્યંત્રી ચંદ્રશેખર રાવે મીડિયાને ધમકી આપતા વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ધમકી આપી છે કે મીડિયા તેલંગાણાનું અપમાન કરશે, તો તેઓ તેને જમીનમાં 10 ફૂટ અંદર દફનાવી દેશે.

આ સમસ્યા તે સમયે સામે આવી જ્યારે બે ટીવી ચેનલોએ વિધાનસભાના સભ્યોની ખોટી છબી રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપ જનપ્રતિનિધિઓને દારુડીયા અને વાંદરા કહી રહ્યા છો, આપ તેમને જે મનમાં આવે તે કહીને બોલાવી રહ્યા છો. આ કેવી આઝાદી છે? આ કેવી સંસ્કૃતિ છે?

મુખ્યમંત્રીએ મીડિયાને ચેતાવણી આપતા જણાવ્યું કે જો મીડિયા પોતાની હદ ઓળંગશે, તો સરકાર તેને માત્ર પ્રતિબંધિત જ નહીં કરે, પરંતુ તેમની વિરુદ્ધ અન્ય કડક કાર્યવાહી પણ કરશે. જો આપ અન્યોનું સન્માન ના કરી શકો, જો આપ તેલંગાણાની સંસ્કૃતિનો ભાગ ના બની શકો તો આપના માટે અત્રે કોઇ જગ્યા નથી.

રાવે પત્રકારોને અપીલ કરી છે કે તેઓ સરકારની ટિકા કરવામાં નિષ્પક્ષ રહે. પરંતુ પત્રકારોએ આંધ્રના મૂડીવાદીઓનો પક્ષ લેવો જોઇએ નહીં અને તેમનું સમર્થન કરવું જોઇએ નહીં, જે લોકો તેલંગાણાના જન પ્રતિનિધિઓ અને અત્રેની સંસ્કૃતિને નીચી દેખાડવા માંગે છે.

રાવે જણાવ્યું કે અમે તેમના ગળા મરોડી દઇશું અને રાજ્યની બહાર ફેંકી દઇશું. અમે એ દરેક વ્યક્તિને દફનાવી દઇશું, જે તેલંગાણાનું અપમાન કરશે. અમે મૂર્ખતાપૂર્ણ ચીજવસ્તુઓને થવા દઇશું નહીં. વિપક્ષે મુખ્યમંત્રીના આ તગલઘી નિવેદનની ટિકા કરી છે. રાવે આ પહેલા જણાવ્યું હતું કે જો જરૂરીયાત પડી તો તેઓ હિટલર પણ બની શકે છે.

English summary
Those insulting Telangana will be buried 10 feet in earth: CM Rao.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X