For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: મોદીએ ઝાડુ લગાવી કરી સ્વચ્છતા અભિયાનની શરૂઆત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

modi-clean-india

10.25 AM: 'આ દેશ છે મારો, ગર્વ છે મારું, તેની સ્વચ્છતા ગર્વ છે મારી ધૂન' પર પદયાત્રા ચિલ્ડ્રન પાર્ક તરફ આગળ વધી રહ્યાં છે.

10.20 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પદયાત્રામાં સામેલ થયા. 4500થી વધુ વિદ્યાર્થીઓ સાથે પીએમ ચાલ્યા. તેમની સાથે અમિરખાન પણ છે.

10.15 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્વચ્છતા ભારત મિશન'ની પદયાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરી. વડાપ્રધાની સાથે બાળકો પણ સામેલ થયા.

10.10 AM: મારી સાથે બોલો મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં ફક્ત રાજકીય આઝાદી જ ન હતી: નરેન્દ્ર મોદી

10.05 AM: હું હાથ જોડીને મીડિયાના મિત્રોને નિવેદન કરું છું કે આ કામને જન-જન સુધી પહોંચાડે. તેને રાજકીય મંચ ન બનાવે: મોદી

10.00 AM: આપણે જો ગંદકી સાફ કરીએ તો આપણે ગરીબોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ કામ કરી શકીએ છીએ: મોદી

9.55 AM: આજે મેં 9 લોકોને આમંત્રિત કર્યા છે. ગોવાની ગર્વનર મૃદુલા સિંહા, ભારત રત્ન સચિન તેંડુલકર, બહેન પ્રિયંકા ચોપડા, કોંગ્રેસ નેતા શશિ થરૂર, સલમાન ખાન, અનિલ અંબાણી, કમલ હસન, બાબા રામદેવ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના બધા કલાકારોને આમંત્રિત કર્યા છે: મોદી

9.50 AM: આ કામ ફક્ત સરકારના મંત્રીઓનું નથી, આ કામ જન સામાન્યનું છે: મોદી

9.45 AM: રાજકારણથી પ્રેરિત થઇને આ અભિયાનને ન જુઓ. આ રાષ્ટ્રનીતિથી પ્રેરિત અભિયાન છે: મોદી

9.40 AM: હું જાણું છું આ કામ કઠિન છે, પરંતુ આપણી પાસે 2019 સુધીનો સમય છે. ભારતવાસી આ કરી શકે છે: મોદી

9.35 AM: કોઇ કાગળ ફેંકે છે, તો આપણને ઉઠાવવાનું મન કેમ કરતું નથી? હું જાણું છું જૂની આદતોને બદલવાનો સમય આવી ગયો છે: મોદી

9.30 AM: આ દેશને ગંદકીથી મુક્ત કરવો જોઇએ શું ફક્ત સફાઇ કર્મચારોની જવાબદારી છે. સવા સો કરોડ દેશવાસી જેવા ભારત માતાના સંતાન છે વડાપ્રધાન પણ પહેલાં ભારત માતાનું સતાન છે: મોદી

9.25 AM: જે-જે લોકોએ આ મિશનને આગળ વધારવાનું કામ કર્યું હું તેમને અભિનંદન કરું છું. જે સરકારોએ આ કામને કર્યું છે ભલે કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય તે અભિનંદનના અધિકારી છે: મોદી

9.20 AM: મહારાષ્ટ્રના અનંત અને ગુજરાતને ભાગ્યશ્રીએ સારો લોગો આપ્યો. બાપૂ પોતાના ચશ્મા વડે જોઇ રહ્યાં છે કે ભારતવાસીઓએ દેશને સાફ કરવો જોઇએ કે નહી: મોદી

9.10 AM: નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પહોચ્યાં, થોડીવારમાં આપશે ભાષણ

9.00 AM: વાલ્મિકી વસ્તીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડું લગાવીને સ્વચ્છતા અભિયાન કરી શરૂઆત

8.50 AM: ગીતેએ રાજીનામાની સંભાવનાથી કર્યો ઇન્કાર, કહ્યું શિવસેના હજુ સુધી એનડીએનો ભાગ છે

8.45 AM: 'સ્વચ્છ ભારત' અભિયાનની આજે કમાન સંભાળશે મોદી, લગાવશે ઝાડુ

<strong>મોદીના 'સ્વચ્છ ભારત અભિયાન'ને મળ્યું કેજરીવાલનું સમર્થન</strong>મોદીના 'સ્વચ્છ ભારત અભિયાન'ને મળ્યું કેજરીવાલનું સમર્થન

8.45 AM: 2500થી વધુ સરકારી સ્કુલના બાળકો મોદીની સાથે લેશે સ્વચ્છતા શપથ

8.45 AM: વાજપાઇ જેવા બીજો વડાપ્રધાન થયા નથી: અડવાણી

8.30 AM: લોકતંત્ર આંદોલન: પ્રદર્શનકારીઓએ હાંગકાંગના નેતાઓને કહ્યું, રાજીનામું આપો નહી તો અમે ભવન પર કબજો કરીશું

8.15 AM: હરિયાણા, મહારાષ્ટ્રમાં મોદીનો ચૂંટણી પ્રચાર 4 ઓક્ટોબરથી

8.00 AM: પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાના પરિણામ નિરાશાજનક: કોંગ્રેસ

7.45 AM: વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનાવવા જોઇએ: અજરૂદ્દીન

7.30 AM: અફજલની મોતના વોરંટને સાર્વજનિક કરવામાં આવશે: સીઆઇઓ

7.15 AM: રાજનાથ ભાજપના પ્રમુખ હોત તો ગઠબંધન તૂટતું નહી: ઉદ્ધવ ઠાકરે

7.00 AM: જેલમાં સાદું ભોજન કરી રહી છે જયરામ જયલલિતા

English summary
Latest News in Brief of 2 October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X