For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: મહારાષ્ટ્રમાં ચારેય પાર્ટીઓ એકલા હાથે લડશે ચૂંટણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

6.37 PM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચ્વહાણે આપ્યું રાજીનામું, રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું

narendra modi

5.50 PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

5.50 PM: બિગ બી સ્વચ્છતા અભિયાન 'બનેગા સ્વચ્છ ઇન્ડિયા'ના બ્રાંડ એમ્બેસેડર બન્યા

5.50 PM: 2 ઓક્ટોબરના રોજ હશે નહી રજા, સરકારી કર્મચારી લેશે સ્વચ્છતાની શપથ

5.50 PM: સ્વચ્છ ભારત અભિયાન: કાનનૂ મંત્રી રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું

5.50 PM: દિલ્હીના પ્લે સ્કુલમાં બાળકી સાથે માલિકના પુત્રએ ગુજાર્યો બળાત્કાર

5.50 PM: યમુના કિનારે પણ કોઇ વિદેશી મહેમાનને લઇ જઇ શકશે પીએમ: ઉમા ભારતી

5.41 PM: યૂએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવશે પાકિસ્તાન, ભારતે પણ કરી રાખી છે જવાબ આપવાની તૈયારી.

5.31 PM: પાકિસ્તાને હત્ફ-9 મિસાઇલનું પરિક્ષણ કર્યું, મારક ક્ષમતા 60 કિમી છે.

5.01 PM: મોદી ટિપ્પણી પર ચીનનો જવાબ, ભારતના મંગળ મિશનની સફળતાથી બળતરા નથી: ચીન

4.51 PM: રવિ શાસ્ત્રી રહેશે ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર, 2015ના વિશ્વકપ સુધી મળી જવાબદારી

3.46 PM: એશિયન ગેમ્સમાં સ્વિમિંગમાં ભારતને કાંસ્ય પદક, સંદીપ સેજવાલે જીત્યો પદક

3.28 PM: સાનિયા-પ્રાર્થનાની જોડી મહિલા યુગલ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

2.42 pm: નરેન્દ્ર મોદી જર્મનીના શહેર ફ્રેંકફર્ટથી ન્યૂયોર્ક શહેર જવા માટે રવાના થઇ ગયા.

1.42 pm: 17માં એશિયન ગેમ્સની સેમીફાઇનલ મેચમાં ભારતીય મહિલા રિકર્વ તીરંદાજી ટીમનો કોરિયા સામે પરાજય.

9.00 am: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચેનું 25વર્ષનું ગઠબંધન તૂટ્યું. આ ઉપરાંત એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું પણ ગઠબંધન તૂટ્યું. ચારેય પાર્ટીઓ હવે એખલા હાથે ચૂંટણી લડશે.

8.50 am: ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ચીનના વિદેશમંત્રી સાથે સરહદી મુદ્દાનો નિવેડો આવી ગયો હોવાનું જણાવ્યું છે, તેમણે જણાવ્યું કે 26થી 30 સપ્ટેમ્બર સુધી લદ્દાખમાંથી ચીની સૈનિકો હટી જશે.

8.40 am: પાકિસ્તાનના રાજદૂતે ભારત પર બ્લેમ કરતા જણાવ્યું કે તેમણે રાજનૈતિક સ્તરની વાર્તા રદ્દ કરીને વાત બગાળી હતી માટે હવે તેમણે જ પહેલ કરવી પડશે. જ્યારે ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ મુલાકાતના બે દિવસ પહેલા હુર્રિયતના નેતાઓને મળે છે તો વાત કોણે બગાડી કહેવાય?

8.10 am: નવરાત્રિ પર્વ નિમિત્તે ન્યૂયોર્કમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

7.50 am: 2002ના ગોધરા રમખાણ કેસમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાની કોર્ટે સમન પાઠવ્યું છે.

7.45 am: ભારતે એશિયન ગેમ્સમાં 25 મીટર સેંટર ફાયર પિસ્તોલ ટીમ ઇવેંટમાં સિલ્વર મેડલ જીત્યું.

English summary
Latest News in Brief of 26 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X