News In Brief: મોદીએ કહ્યું- ગઠબંધનનો યુગ સમાપ્ત થયો, પૂર્ણ બહૂમત જોઇએ
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...8.05 AM: મોદીએ કહ્યું- ગઠબંધનનો યુગ સમાપ્ત થયો, પૂર્ણ બહૂમત જોઇએ.
2.00 PM: હરિયાણાના હિસારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો રોબર્ટ વાઢેરાની જમીનનો મુદ્દો, કહ્યું, હુડ્ડા જમીન આપીને દેવું ચૂકવી રહ્યાં છે.
1.30 PM: કોંગ્રેસ-એનસીપીએ મહારાષ્ટ્રને ''ખરાબ'' પરિસ્થિતીમાં ધકેલ્યું: સ્મૃતિ ઇરાની
1.00 PM: ભારતમાં એપલ આઇફોન-6 સીરીઝનું એડવાન્સ બુકિંગ સાત ઓક્ટોબરથી
12.30 PM: અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ન્યૂ યોર્ક ટાઇમ્સે ભારત વિરોધી કાર્ટૂન પર માંગી માફી
12.00 PM: લખનઉથી દિલ્હી જઇ રહેલી રાજધાની એક્સપ્રેસના ત્રણ ડબ્બા સાહિબાબાદ સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા.
11.30 AM: સોનિયા ગાંધીની આંખો પર પટ્ટી છે, કોંગ્રેસને ભગવાન બચાવે: અમિત શાહ
11.00 AM: મહારાષ્ટ્રના લાતૂરમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ લોકોને કહ્યું- બધા પાસેથી પૈસા લો, પરંતુ વોટ ભાજપને આપજો
10.30 AM: 'સ્વચ્છ ભારત અભિયાન' સાથે જોડાયા સચિન તેંડુલકર, રસ્તા પર લગાવ્યું ઝાડું
10.00 AM: જમ્મૂ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં ગત રાત્રે પાકિસ્તાને કર્યું ફાયરિંગ, એક બાળક સહિત 5ના મોત
9.30 AM: મોદીએ કહ્યું- ગઠબંધનનો યુગ સમાપ્ત થયો, પૂર્ણ બહૂમત જોઇએ
9.00 AM: નરેન્દ્ર મોદીએ 100 દિવસના વાયદાના પુરા કર્યા નથી: શર્મા
8.48 AM: સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા ગેટ પરથી ગુમ બાળકી જાન્હવી આજે લાજવંતી ગાર્ડનમાંથી મળી
8.30 AM: બૈંગ-બૈંગ જોવા માટે હ્યતિક રોશને અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો
8.00 AM: સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર, આ સરકારમાં કામ થાય છે ભ્રષ્ટાચાર નહી
7.45 AM: અરવિંદ કેજરીવાલે આપ ધારાસભ્ય રાજેશ ગર્ગનો ખુલ્લો પત્ર, ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહન આપવાનું બંધ કરો...વિધાનસભા ભંગ કરવાની વાત કેમ
7.30 AM: પટના નાસભાગ કેસ: કમિશ્નર, ડીઆઇજી, ડીએમ અને એસએસપીની બદલી
7.00 AM: બર્દવાન વિસ્ફોટ: બે મહિલાઓની ધરપકડ, તૃણમૂલ, મકાપા, ભાજપમાં ચાલી રહ્યો છે આરોપ-પ્રત્યારોપનો દૌર