For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: જમ્મુ-કાશ્મીરમાં મૃતકોની સંખ્યા 150 થઇ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

5.30pm: કેજરીવાલ દ્વારા 'બેનકાબ' કરવામાં આવતાં શેર સિંહે કહ્યું 'આરોપ સાચા સાબિત થયા તો સંન્યાસ લઇ લઇશ'

5.20pm: જમ્મૂ-કાશ્મીરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેનાએ સંભાળ્યો મોરચો, 20 હજાર સુરક્ષિત બચાવવામાં આવ્યા

5.15pm: કાનૂન પોતાનું કામ કરશે: રેલમંત્રી સદાનંદ ગૌડા

5.10pm: હવે કોઇ જોધા અકબર સાથે લગ્ન નહી કરે, સિકંદરને પુત્રી આપવી પડશે: આદિત્યનાથ

5.00pm: દલિત નેતા અય્યંકલીના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

4.45pm: 10000 કરોડ રૂપિયા એકઠા કરવા માટે સહારા પ્રમુખ સુબ્રત રોયને મળી 15 દિવસની વધુ ઢીલ

4.30pm: યૂપીમાં સાંપ્રદાયિક રમખાણો પાછળ સમાજવાદી પાર્ટીનો હાથ: કલરાજ મિશ્ર

4.25pm: 30 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે. આ અંગેની માહિતી વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આપી છે.

4.20pm: ગણપતિ વિસર્જન શરૂ, મુંબઇમાં આતંકવાદી હુમલાની આશંકાની વચ્ચે એલર્ટ જારી.

4.10pm: મિસ્રના પૂર્વ રાષ્ટ્રપતિ મોર્સીને થઇ શકે છે મોતની સજા.

4.05pm: આઇએસઆઇએસને ત્રણ વર્ષમાં સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે અમેરિકા.

4.00pm: પાકિસ્તાનમાં પૂરના કારણે 200 લોકોના મોત, વડાપ્રધાન નવાઝ શરીફે કર્યું હવાઇ નિરીક્ષણ.

3.45pm : ગુજરાતમાં નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે તંત્રએ સાવચેતીના પગલારૂપ ડેમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણી છોડતા પહેલા નર્મદા, ગરૂડેશ્વર, નોંદોદ, તિલકવાડા, વડોદરાના અંદાજે 50થી વધારે ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

narmada-dam-overflow-file-photo

3.30pm : કચ્છની જનરલ હોસ્પિટલ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અદાણીને ફટકાર લગાવી. બે સપ્તાહમાં જવાબ આપવા આદેશ.

12.40pm : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્માદા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં 54 સેન્ટીમીટર બાકી છે. ડેમમાંથી 2,14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

12.27pm : અમદાવાદમાં સવારે વરસાદની દેધનાધન બેટિંગને પગલે વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા છે. સવારે વરસાદની દે ધનાધન બાદ સવારે 11 વાગે વરસાદની ઝડપ ઘટી છે.

12.15pm : જામનગરથી ધ્રોલ જઇ રહેલી મોટર સાયકલને ટ્રકે ટક્કર મારતા મોટર સાયકલ પોલીસની જીપને અથડાઇ હતી. પોલીસ સહિત બે વ્યક્તિઓ ઘાયલ બની છે. ઘાયલોને જામનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

12.08pm : ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામના લોકોએ મંદિર અને મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને કારણે કોમીલાગણીઓને વારંવાર ઠેસ પહોંચતી બંધ કરવા લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાનો ઠરાવ કર્યો છે.

11.58am : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ધાર્મિક લાગણીઓનું ધ્યાનમાં રાખીને ઠેકઠેકાણે આર્ટિફિશિયલ તળાવો બનાવ્યા છે.

11.45am : અમદાવાદના ચાંગોદર પાસે પતિ-પત્નીએ બે બાળકો સાથે ઝેરી દવા પીને કર્યો આપઘાત. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

11.30am: આપના ધારાસભ્યને ભાજપે કરી 4 કરોડની ઓફર

11.20am: 'ઓપરેશન પર્દાફાશ'માં અરવિંદ કેજરીવાલે સ્ટિંગ જાહેર કરી ભાજપ પર પોતાના ધારાસભ્ય દિનેશ મોહનિયાને ખરીદવાનો આરોપ લગાવ્યો છે.

11.10am: આમ આદમી પાર્ટીએ ભાજપના રઘુવીર દહિયા પર આપના ધારાસભ્યોને ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે.

11.00am: કેજરીવાલે કહ્યું કે કઇ રીતે ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે

10.30am: પૂર પ્રભાવિત 'PoK' ને મદદ માટે પીએમઓની ચિઠ્ઠીમાં 'એક્રોસ ધ લાઇન' લખવાથી વિવાદ

9.33 am: ઝારખંડના લેતહરમાં નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાડી દીધો, એક માલવાહક ટ્રેન પટરી પરથી ખડી પડી-

9.04 am: સ્વામી નિત્યાનંદને બેંગલોરની હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ માટે લાવવામાં આવ્યા-

8.55 am: ચાર દિવસના રહસ્ય બાદ જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવીની યાત્રા ફરી શરૂ કરાઇ.

8.47 am: નરેન્દ્ર મોદીએ ભારત સરકાર વતી ગઇકાલે જમ્મુ-કાશ્મીરની આપદા માટે વધુ 1000 કરોડની જાહેરાત કરી છે, તેમજ દિલ્હીથી વધુ રેસ્ક્યૂ ટીમને કાશ્મીર મોકલવામાં આવી છે.

8.34 am: નોયડા નિઠારી કાંડ: સુપ્રીમ કોર્ટ સુરિંદર કોલીના દેહાંતદંડ પર એક અઠવાડીયા માટે સ્ટે ઓર્ડર આપ્યો છે.

8.15 am: જમ્મુ-કાશ્મીર પૂર: આર્મી, આઇએએફ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 150. સુધી પહોંચી છે. ગૃહમંત્રાલયે વધુ રેસ્ક્યૂ ટીમ અત્રે પહોંચાડી છે.

English summary
J&K floods: 150 dead; more news updates of Sept 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X