For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ પ્રથમ ચરણનું મતદાન શરૂ, બૂથ મળી આવ્યો દસ કિલો IIDનો જથ્થો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 11 નવેમ્બર: છત્તીસગઢમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાન માટે રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તર અને રાજનાંદગાંવ વિસ્તારમાં ભારે સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થઇ ગયું છે.

પ્રથમ કલાકમાં લગભગ 10 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તો બીજી તરફ રાજ્યના કાંકેર જિલ્લામાં નક્સલી હુમલાના કારણે બે મતદાન કેન્દ્ર સુધી મતદાન ટુકડી પહોંચી શકી નથી.

રાજ્યના મુખ્ય ચૂંટણી પદાધિકારી કાર્યાલયના અધિકારીએ જણાવ્યું હતું કે બસ્તર વિસ્તારમાં 12 તથા રાજનાંદગાંવની એક વિધાનસભા સીટ પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે તથા બપોર બાદ ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. તો બીજી તરફ અન્ય પાંચ સીટો પર સવારે આઠ વાગ્યા સુધી મતદાન શરૂ થઇ ગયું છે તથા સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરવવામાં આવશે.

polling

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના કાંકેર જિલ્લામાં નક્સલી હુમલાના કારણે મતદાન કેન્દ્ર ક્રમાંક 115 નાના પખાંજૂર અને મતદાન કેન્દ્ર ક્રમાંક 118 સીતારમૈયામાં ચૂંટણી શરૂ થઇ શકી નથી. અહીં પોલીસની કડક સુરક્ષ વ્યવસ્થા વચ્ચે મતદાન દળોને કેન્દ્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તેમને જણાવ્યું હતું હતું કે બીજી દંતેવાડ જિલ્લામાં કેટલાક મતદાન કેન્દ્રો પાસે નક્સલી ગોળીબારીના સમાચાર છે. જો કે ત્યાં મતદાન પ્રભાવિત થયું નથી. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન ભારે સંખ્યામાં સુરક્ષા બળોના જવાનો ગોઠવવામાં આવ્યા છે. રવિવારે મતદાન દળોને મતદાન કેન્દ્રો માટે રવાના કરી દેવામાં આવ્યા છે.

સુરક્ષાકર્મીઓને ધાનીખેડા ગામમાં પોલીંગ બૂથની પાસેથી 10 કિલો આઇઆઇડી મળ્યું આવ્યું છે. મતદાન દરમિયાન પાની ડોંગરા ગામમાં માઓવાદીઓને ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનને ધ્વસ્ત કરી દિધું અને ત્યાં ગોઠવવામાં આવેલા સુરક્ષાકર્મીઓને ધમકી પણ આપી છે.

English summary
Amid unprecedented security arrangements, 18 constituencies in the Naxal strongholds of Bastar and Rajnandgaon went to polls in the first phase of Assembly Elections on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X