ટૂંક સમયમાં રજૂ થશે મહિલા સુરક્ષા બિલઃ સોનિયા

sonia-gandhi
માલદા, 16 માર્ચઃ પશ્ચિમ બંગાળમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે મહિલા સુરક્ષા બિલ ટૂંક સમયમાં કાયદો બની જશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મહિલા સુરક્ષા બિલ સંસદમાં પાસ થઇ જશે.

સોનિયા ગાંધીએ મહિલા સુરક્ષા બિલને ઝડપથી પાસ થવાની આશા વ્યક્ત કરતા કહ્યું કે યુપીએ સરકાર આ બિલ પાસ કરાવીને રહેશે. દેશમાં મહિલાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા સોનિયાએ કહ્યું કે મહિલાઓને સુરક્ષિત માહોલ આપવા યુપીએ સરકારની મહત્વની જવાબદારીઓમાંની એક છે.

હાલ મહિલા સુરક્ષા બિલને કેબિનેટમાંથી મંજૂરી મળી ચૂકી છે, જેમાં સંમતિથી સેક્સની ઉમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવી છે, પરંતુ સરકારે આ મામલે ઘણા લોકો એકમત નથી. જ્યારે સરકારની દલીલ છે કે સેક્સની ઉમર ઘટાડવાથી બળાત્કારની ઘટનાઓ ઓછી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X