For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વકિલોના ડ્રેસકોડ પર ફરીથી વિચાર થવો જોઈએ-CJI ચંદ્રચુડ

ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં ઉનાળામાં વકીલોના કડક ડ્રેસ કોડ પર ફરીથી વિચાર થવો જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં ઉનાળામાં વકીલોના કડક ડ્રેસ કોડ પર ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની તમામ 13 બેન્ચ દરરોજ ઓછામાં ઓછી 10 જામીન અરજીઓ પર સુનાવણી કરશે. આના પહેલા પહેલા 10 ટ્રાન્સફર પિટિશન પર પણ સુનાવણી કરવામાં આવશે.

CJI Chandrachud

26 નવેમ્બરે દેશમાં સંવિધાન દિવસની ઉજણવી કરાય છે ત્યારે સંવિધાન દિવસની પુર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે આ મોટી વાત કરી હતી. ડીવાય ચંદ્રચુડે આગળ કહ્યું કે, કાનૂની વ્યવસાયે તેના ઉપનિવેશિક આધારને દુર કરવો જોઈએ. આબોહવા પરિવર્તનને કારણે ઉનાળામાં ભારતમાં ભારે ગરમીનો સામનો કરવો પડે છે. આપણે વકીલો માટેના કડક ડ્રેસ કોડ પર પુનઃવિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે ડ્રેસને લઈને મહિલા વકીલો પર કોઈ નૈતિક દેખરેખ ન હોવી જોઈએ.

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં લગભગ 3000 ટ્રાન્સફર પિટિશન પેન્ડિંગ છે. હાલ સુપ્રીમ કોર્ટમાં 13 બેન્ચ ચાલી રહી છે. આ સ્થિતિમાં શિયાળાની રજા પહેલા રોજની 130 ટ્રાન્સફર પિટિશનનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. CJI ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જામીનની બાબતો સૂચિબદ્ધ થાય અને તેનો ઝડપી નિકાલ થાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ન્યાયતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના પર બંધારણની કામગીરીનો આધાર છે. જ્યારે આપણે બંધારણની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે બંધારણ અપનાવતા પહેલાના ઇતિહાસ વિશે જાણવું જોઈએ. તેમણે કોલેજિયમની ટીકાઓનો પણ જવાબ આપ્યો. CJI DY ચંદ્રચુડે કહ્યું કે લોકશાહીમાં કોઈપણ સંસ્થા પરફેક્ટ હોતી નથી પરંતુ અમે બંધારણના વર્તમાન માળખામાં કામ કરીએ છીએ.

English summary
Lawyers' dress code should be reconsidered-CJI Chandrachud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X