CDS બિપિન રાવત શહિદ, રાષ્ટ્રપતિ, PM મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી!

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તમિલનાડુના કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા હતા. આ અકસ્માતમાં બિપિન રાવત ઉપરાંત તેમની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું છે.

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તમિલનાડુના કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા હતા. આ અકસ્માતમાં બિપિન રાવત ઉપરાંત તેમની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું છે. ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર હેન્ડલ પર હેલિકોપ્ટરમાં સવાર બિપિન રાવત અને અન્ય લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. CDS જનરલ બિપિન રાવતના સમાચાર સાંભળીને આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓએ આ અકસ્માતમાં શહીદ બિપિન રાવત અને અન્યોના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર દુઃખ વ્યક્ત કર્યું, જેમાં પીએમ મોદીએ પહેલા લખ્યું કે, હું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. તેમણે ખંતપૂર્વક ભારતની સેવા કરી. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યુ

શોક વ્યક્ત કરતા દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વિટમાં લખ્યું કે, જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાત અને દુઃખી છું. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ બહાદુરી અને વીરતા દ્વારા ચિહ્નિત થયેલ છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

અમિત શાહે શોક વ્યક્ત કર્યો

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, કારણ કે આપણે અમારા CDS જનરલ બિપિન રાવતજીને ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી છે. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું. હું શ્રીમતી મધુલિકા રાવત અને અન્ય 11 સશસ્ત્ર દળોના જવાનોના દુઃખદ અવસાન પર પણ શોક વ્યક્ત કરું છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી

બીજી તરફ રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના, જેઓ હાલમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો

સીડીએસ જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુ પર શોક વ્યક્ત કરતા પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે લખ્યું કે, આજે દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજીના અકાળે અવસાન વિશે જાણીને દુઃખ થયું. તેમણે ખૂબ જ સન્માન અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી. મારી હૃદયપૂર્વકની સંવેદના.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, હું જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ દુર્ઘટના છે અને આ મુશ્કેલ સમયે અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અન્ય તમામ જેમણે પણ જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ભારત દુ:ખની આ ઘડીમાં સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X