કાનૂની વ્યવસાય સામંતવાદી છે, મહિલાઓનું સન્માન નથી કરતો-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
CJI ચંદ્રચુડે હાર્વર્ડના કેન્દ્રના ડિરેક્ટર ડેવિડ બી વિલ્કિન્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, કમનસીબે કાનૂની વ્યવસાય સામંતવાદી રહ્યો છે અને મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને આવકારતો નથી.
નવી દિલ્હી : પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ફરીથી એક વખત પોતાની વાત મજબુતી સાથે રાખી છે. હાલમાં જ તેમને હાર્વર્ડ લો સ્કૂલના સેન્ટર ઓન લિગલ પ્રોફેશન દ્વારા ગ્લોબલ લીડરશિપ એવોર્ડતી સન્માનિત કરાયા છે.

હાર્વર્ડ લૉ સ્કૂલ સેન્ટરે જસ્ટિસ ચંદ્રચુડને દેશ અને દુનિયામાં ન્યાયિક ક્ષેત્રમાં તેમની સેવાઓ અને ઉપલબ્ધિઓ માટે આ પુરસ્કાર આપ્યો છે. આ એવોર્ડ સમારોહમાં તેમણે કહ્યું કે, કાનૂની વ્યવસાય સામંતવાદી છે અને મહિલાઓને આવકારતો નથી. અહીં તમને એ પણ જણાવી દઈએ કે ડીવાય ચંદ્રચુડ હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટરમાંથી કાયદા અને ન્યાયશાસ્ત્રમાં LLM કર્યું છે.
CJI ચંદ્રચુડે હાર્વર્ડના કેન્દ્રના ડિરેક્ટર ડેવિડ બી વિલ્કિન્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, કમનસીબે કાનૂની વ્યવસાય સામંતવાદી રહ્યો છે અને મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને આવકારતો નથી. CJI ચંદ્રચુડે કહ્યું કે, તેમને વારંવાર પૂછવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટમાં મહિલા જજોની સંખ્યા કેમ ઓછી છે. આના જવાબમાં તેમણે કહ્યું કે ત્રણ દાયકા પહેલા જે વ્યવસાયમાં હતા તે તેનો જવાબ છે. સુપ્રીમ કોર્ટમાં આવતા જજોનો પૂલ ત્રણ દાયકા પહેલાનો છે.
અહીં તેમણે આગળ કહ્યું કે, મારી સાથે કાયદાનો અભ્યાસ કરનારા ઘણા સહકર્મીઓનો કાયદા સાથે કોઈ પારિવારિક સંપર્ક નથી. પડકાર એ છે કે આપણે તેમને કેવી રીતે માર્ગદર્શન આપીએ. કાયદાની શાળાઓ કાનૂની શિક્ષણની ઍક્સેસને લોકશાહીકરણ કરીને આને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આનાથી જ વધુ સમાવેશી સમાજની ખાતરી થઈ શકે છે.
ડીવાય ચંદ્રચુડ તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, ભારતના ન્યાયતંત્રમાં સુધારાની જરૂર છે પરંતુ આપણે લોકોને સુલભ રીતે લોકો સુધી કાયદાને પહોંચાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એ વાત સાચી છે કે કાયદામાં ખામી છે પરંતુ આપણે તેની નિંદા કરી શકીએ નહીં. આપણે બધાએ મળીને રસ્તો કાઢવો પડશે.












Click it and Unblock the Notifications
