પંજાબમાં યુપી-બિહાર કરતા ઓછા ગુના, બદનામ કરવાની કોશિશ કરાઈ રહી છે-ભગવંત માન
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી સતત ગુનાખોરીને લઈને પંજાબ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ આમલે મોટુ નિવેદન આપ્યુ છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી સતત ગુનાખોરીને લઈને પંજાબ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ આમલે મોટુ નિવેદન આપ્યુ છે.
પંજાબમાં ગુનાખોરી મુદ્દે વાત કરતા ભગવંત માને કહ્યું કે, પંજાબમાં ગુનાઓ યુપી-બિહાર કરતા ઓછા છે. છેલ્લા દિવસોમાં નાની મોટી ઘટનાઓ બની છે. પંજાબને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માને આગળ કહ્યું કેસ જૂના હથિયારો અંગે પણ તપાસ ચાલી રહી છે. કોના ઈશારે લોકોને હથિયારના લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જો કોઈ ગુનાહિત રેકોર્ડ સામે આવશે તો તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, અમિત શાહના નિવેદનનો જવાબ આપવા માટે પંજાબ સરકાર તરફથી પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ હતી. અહીં કેબિનેટ મંત્રી મીત હેયરે કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં સૌથી વધુ અપરાધ વધુ છે. ગુજરાતમાં આપની લોકપ્રિયતા વધી રહી છે. આ કારણોસર પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે અમિત શાહને પંજાબ સરકારને બદનામ કરવાનો પ્રયાસ ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, પંજાબમાં બનેલી ઘટનાઓમાં મોટાભાગના શૂટરો હરિયાણાના છે. સરકાર કાયદો અને વ્યવસ્થાને લઈને પગલાં લઈ રહી છે. પંજાબમાં શાંતિ અને સુલેહ-શાંતિ જળવાઈ રહેશે. પંજાબની હાલત પહેલા કરતા સારી છે.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભગવંત માન આજે લુધિયાણા પહોંચ્યા હતા. અહીં તેમણે હલવારા એરપોર્ટને જનતા માટે ખોલવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી આજે શહીદ કરતાર સિંહ સરાભાના શહીદ દિવસ પર લુધિયાણાના ગામ સરાભા ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
