મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો

મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશનું રાજકીય સંકટ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક ચિઠ્ઠી લખાઈ રહી છે. પહેલા રાજ્યપાલ, પછી કમલનાથ, પછી વિધાનસભા સ્પીકરે ચિઠ્ઠી લખી તો હવે રાજ્યપાલે સ્પીકરની ચિઠ્ઠીનો જવાબ આપ્યો. પહેલા રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી બહુમત સાબિત કરવા નિર્દેશ આપ્યો. આ પત્રના જવાબમાં કમલનાથે પહેલા બંદી બનાવેલ 16 કોંગ્રેસી ધારાસભ્યોની વાપસી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. હવે રાજ્યપાલ લાલજી ટંડને તેમના પત્રનો જવાબ આપ્યો છે.

lalji tandan

રાજ્યપાલ લાલજી ટંડને સ્પીકર નર્મદ પ્રજાપતિ દ્વારા લાપતા ધારાસભ્યોને લખાયેલ ચિઠ્ઠીના સંબંધમાં લખાયેલ પત્રનો જવાબ આપ્યો છે. તેમણે પોતાના પત્રમાં વિધાનસભા સ્પીકરને સવાલ પૂછ્યા. લાપતા ધારાસભ્યોના સંબંધમાં તેમણે લખ્યું કે તેમના પત્ર સતત તેમને અને સ્પીકરને મળી રહ્યા છે, પરંતુ તથાકથિત લાપતા ધારાસભ્યોએ કોઈપણ પત્રમાં પોતાની સુરક્ષા કે કોઈપણ પ્રકારની સમસ્યાને લઈ કોઈ સવાલ ઉઠાવ્યા નથી. જ્યારે તેમણે કહ્યું કે તેમનો વીડિયો અને તસવીરો મીડિયામાં આવી રહી છે અને હવે આ મામલો પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે અગાઉ વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે 16 ધારાસભ્યોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે આકરાં પગલાં ઉઠાવવાની ભલામણ કરી હતી. અગાઉ રાજ્યપાલ લાલજી ટંડન અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે ચિઠ્ઠીની અદલા બદલી ચાલી. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરાવવાને લઈ કમલનાથને પત્ર લખ્યો જ્યારે મુખ્યમંત્રી બધા જ જવાબમાં આનાકાની કરતા જોવા મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X