LGએ સ્પીકરને લખ્યો પત્ર, કહ્યું -'જનલોકપાલ અસંવૈધાનિક'

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: જનલોકપાલ બિલને લઇને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલમાં ટક્કર વધી ગઇ છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ નજીબ જંગે વિધાનસભા સ્પીકર એમએસ ધીરને ચિઠ્ઠી લખી છે. એલજીએ લખ્યું છે કે જન લોકપાલ બિલને તેમની મંજૂરી નથી. ઉપરાજ્યપાલે ગૃહ મંત્રાલયના આદેશની કોપી દિલ્હીના સ્પીકરને આપી છે. જેમાં લખ્યું છે કે કાયદા મંત્રાલયનું મંતવ્ય છે કે ઉપરાજ્યપાલ વગર અને કેન્દ્રની પરવાનગી વગર બિલને રજૂ કરી શકાય નહીં.

ઉપરાજ્યપાલના જણાવ્યા અનુસાર આવામાં કેજરીવાલ વિધાનસભામાં જનલોકપાલ બિલ રજૂ કરી શકશે નહીં. જોકે સ્પીકર એમએસ ધીર પત્ર મળવાનો ઇનકાર કરી રહ્યા છે. એલજીએ સ્પીકરને જણાવ્યું છે કે તેઓ બિલ રજૂ થવા ના દે.

ઉપરાજ્યપાલ ભલે બિલ રજૂ નહીં કરવા પર અડ્યા હોય, પરંતુ કેજરીવાલ સરકાર બિલ રજૂ કરવા પર અડીખમ છે. કેજરીવાલનું કહેવું છે કે આ બિલને વિધાનસભામાં રજૂ કરાવવા માટે ઉપરાજ્યપાલ અથવા કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી નથી અને આજે તેઓ આ બિલને વિધાનસભામાં રજૂ કરશે.

arvind kejriwal
કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું છે કે જનલોકપાલ પર કોઇ સમજૂતી નહીં થાય. એવામાં દિલ્હી વિધાનસભામાં આજે હાઇ વોલ્ટેજ ડ્રામાનો દિવસ સાબિત થઇ શકે છે. અત્યાર સુધી ચર્ચા હતી કે સરકાર ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં બિલ પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવી શકે છે. તેની કોપીઓ ગુરુવારે ગૃહની અંદર સભ્યોને વહેંચી દેવામાં આવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે સરકાર બિલ પર 16 ફેબ્રુઆરીના રોજ ચર્ચા કરાવશે. પરંતુ સરકારે હજી સુધી આની પર ઉપરાજ્યપાલ પાસે કોઇ પરવાનગી માગી નથી. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે જો જનલોકપાલ બિલ પાસ નહીં થાય તો તેઓ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X