MCDMayar Election: મેયર ચૂટણી માટે એમસીડીની બેઠક 24 જાનયુઆરીના મળશે, LG એ આપી મંજૂરી
દિલ્હીમાં એમસીડીની ચૂંટણીની સમય વિતી ગયો હોવા છતા મેયરની પસદગી નથી થઇ ત્યારે હવે મેયરની પસંદગી કરવા માટે એલજી દ્વારા 24 જાન્યુઆરીના રોજ ચૂંટણી કરવાની પરમીશન આપી દિધઈ છે
દિલ્હી મેયર પદની ચૂંટણી હવે 24 જાન્યઆરીના રોજ થશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સોમવારે 24 જાન્યુઆરીએ દિલ્હી નગરપાલિકાની બેઠક બોલાવની મંજૂરી આપી દીધી છે. એલજી વિનય કુમાર સક્સેનાએ કહ્યુ કે, "મે તમામ વાતોનું અવલોકન કર્યુ છે અને જેવુ કે, પ્રસ્તાવીક કર્યુ છે, હુ 24 જાન્યુઆર સવારે 11 વાગ્ય દિલ્હી નગરપાલિકાની બેઠક બોલાવાનો સ્વીકાર કરુ છુ.

આ પહેલા દિલ્હી વિધાનસભા સત્રના કાર્યવાહી ને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના હંગામા બાદ સ્થગિત કરવામાં આવી હતી. સમાચાર એજેન્સી એએનઆઇ અનુસાર બેઠક મેયરની ચૂંટણી અે સ્થયી સમિતિના છ સભ્યો માટે છે.
ગયા અઠવાડીયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આપ સરકારે એમસીડી મેયરની પસંદગી કરવામાટે ચાર તારીખ 18.20,21 અને 24 જાન્યુઆરીનો સૂજાવ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટર પર કહ્યુ કે, દિલ્હી નગર નિગમ છેલ્લા આઠ મહિનાથી મેયર વગર કામ કરી રહ્યા છે.
ઉપમુખ્યમત્રી મનીષ સિસોદીયાએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે, "દિલ્હીમાં મેયર ચૂટણી 18,20.21, કે 24 જાન્યુઆરીએ ચૂંટણી કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમને અનુરોધ કરવામાં આવ્યો છે કે, છેલ્લા આઠ મહિનાથી એમસીડી મેયર વગર કામ કરી રહી છે. એટલે તેમા વાર લગાવી સારી બાબત નથી.
જણાવી દઇએ કે, ડિસેમ્બર 2022 માં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 250માથી 134 સીટ પર જીત મેળવી છે. તો ભાજપે 104 જગ્યાએ એમસીડીમાં જીત મેળવી હતી. એમસીડીમાં ભાજપનું 15 વર્ષથી શાસન હતુ.












Click it and Unblock the Notifications
