For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનરક્ષક દવાઓની કિંમતો ઘટી શકે

|
Google Oneindia Gujarati News

pharma-medicine
નવી દિલ્હી, 17 મે : જીવનરક્ષક દવાઓ સહિત વિવિધ 348 દવાઓની કિંમતમાં ટૂંક સમયમાં 80 ટકાનો ઘટાડો થઇ શકે એમ છે. નવી દવા મૂલ્ય નિયંત્રણ નીતિના અમલમાં આવતા આ દવાઓની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા ઉભી થઇ છે. આ મુદ્દે દવા ઉદ્યોગની નિષ્ણાતોનું કહેવું છે કે નવી દવા નીતિના અમલથી કેન્સર વિરોધી તથા રોગ વિરોધી દવાઓની કિંમતમાં 50થી 80 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.

સરકારની ફાર્માસ્યુટિકલ વિભાગની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર સરકારે દવા કિંમત નિયંત્રણ આદેશ (ડીપીસીઓ) 2013નો નિયમનપત્ર બહાર પાડી દીધો છે. આ આદેશ 1995ના આદેશનું સ્થાન લેશે. તેનો અમલ 15 મેથી અમલી બનશે. નવા આદેશથી રાષ્ટ્રીય દવા કિંમત નિર્ધારણ નીતિ (એનપીપીપી-2012)ને 348 જરૂરી દવાઓની કિંમતોના નિયમનનો અધિકાર મળશે.

દવા કિંમત નિયંત્રણ આદેશ 1995 અંતર્ગત માત્ર 74 થોક દવાઓની કિંમતોનું નિયમન થતું હતું. એનપીપીપીને કેબિનેટે નવેમ્બર 2012માં મંજૂરી આપી દીધી હતી. તેનાથી 7 ડિસેમ્બર 2012ના રોજ નિયમનપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ અનુસાર એનપીપીએ નવી નીતિ તથા નવા ડીપીસીઓ માટે નવી અમલીકરણ એજન્સી બનશે.

English summary
Life saving drugs prices set to fall soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X