દિલ્હીમાં સંપત્તિ મામલે ફાયરિંગઃ વ્યાપારી પોન્ટી ચઢ્ઢાની હત્યા

માહિતી અનુસાર સંપત્તિને લઇને ફાર્મ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પોન્ટી અને તેમના ભાઇ હરદીપ ચઢ્ઢા ઉપરાતં કેટલાક લોકો હાજર રહ્યાં હતા. બેઠક દરમિયાન બન્ને ભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી અને વિવાદ વકર્યો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે બેઠક દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને ભાઇનું મોત નિપજ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોન્ટી ચઢ્ઢાએ પહેલાં પોતાના ભાઇ હરદીપ પર ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં હરદીપના ગાર્ડે પોન્ટી ચઢ્ઢા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં હરદીપ અને પોન્ટી ચઢ્ઢાનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર પોન્ટી ચઢ્ઢાને છ ગોળી વાગી હતી જ્યારે તેના ભાઇ હરદીપને આઠ ગોળી વાગી હતી. પોલીસે હાલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પોન્ટી ચઢ્ઢા જાણીતા લિકર(દારૂ) વ્યાપારી હતા.












Click it and Unblock the Notifications
