રાષ્ટ્રીય રાજમાર્ગો પરની દારૂની દુકાનો બંધ કરો : કેન્દ્ર સરકાર

રોડ ટ્રાન્સપોર્ટ અને ધોરીમાર્ગ વિભાગે રાજ્યનાં મુખ્ય સચિવોને હાલમાં કહ્યું છે કે 'રાષ્ટ્રીય હાઈવે પર જે દારૂની દુકાનો છે તેને વહેલી તકે હટાવાય અને નેશનલ હાઈ વે પર દારૂની દુકાન ચલાવનારાઓને નવા લાયસન્સ ઈપવામાં ના આવે.'
વિભાગે રાજ્યોને સલાહ આપી છે કે, તેમણે આ અંગે સમીક્ષા કરવી જોઈએ. નોંધનીય છે કે, દારૂ પીને ગાડી ચલાવવાને કારણે વર્ષ 2009થી 2011ની વચ્ચે હાઈવે પર 82,807 અકસ્માતો સર્જાયા છે જેને ધ્યાનમાં લેતા કેન્દ્રે રાજ્ય સરકારોને સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
