Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જિંદગીની જંગ હારી ગયો IAFનો લિટલ ફાઈટર પાયલટ ચંદન

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: 14 વર્ષનો લિટલ ફાઈટર ચંદન કેંસર સામે પોતાની જંગ હારી ગયો. જિંદગીની મહત્વની લડાઇ ચંદન હારી ગયો. બુધવારે મોડી સાંજે તેનું નિધન થઇ ગયું. ફાઇટર જેટ્સ પ્રત્યે પોતાના અદ્વિતિય પ્રેમથી તેણે આખા દેશવાસીઓનું દિલ જીતી લીધું, પરંતુ તે કેંસરનું યુદ્ધ ના જીતી શક્યો અને બુધવારે સાંજે 6 વાગ્યે તેનું નિધન થઇ ગયું.

ચંદન એડવાંસ કેંસરથી પીડાઇ રહ્યો હતો. તેનો ઇલાજ દિલ્હીના એઇમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. અહસહનીય વેદનાને સહેતા પણ ચંદનના ચહેરા પર હાસ્ય હતું, પરંતુ ગઇકાલે તે આ દર્દને સહન ના કરી શક્યો. પોતાના કાળજાના ટૂકડાની આવી હાલત જોઇને પિતા ગિરીશ મંડલ પણ ખુદને સંભાળી શક્યા નહીં, અને ચોધાર આંસુઓથી રડી પડ્યા. તેમણે વનઇન્ડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર એક ફાઈટર હતો. તેમણે એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો જેમણે તેમના દિકરા માટે દુઆ માંગી. ચંદનના અંતિમ સંસ્કાર બિહારમાં કરવામાં આવશે. ચંદન બિહારથી સમસ્તીપુરનો રહેવાસી હતો.

chandan
એરફોર્સ ચીફે દુ:ખ વ્યક્ત કર્યું
ચંદનના નિધન પર એરફોર્સ ચીફ અરૂપ રાહાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. બાળ દિવસના અવસર પર તેના ફાઇટર જેટનું સ્વપ્ન પૂર્ણ કરનારી ઇન્ડિયન એરફોર્સના ચીફ રાહાએ ખુદ ચંદન અને તેના પિતા સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે ચંદન આ દુનિયાને અલવિદા કહી ગયો છે તો રાહાને પણ આ સમાચાર પર વિશ્વાસ નથી થઇ રહ્યા. તેમણે ચંદનને એક રિયલ ફાઇટર ગણાવ્યો હતો.

ચંદનને બે દિવસ પહેલા જ એરોનોટિકલ ડેવલપમેંટ ઓથોરિટી એટલે એડીએ તરફથી લાઇવ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસનું મોડેલ ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું. ચંદને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેને એક ફાઇટર જેટનું મોડેલ પોતાની પાસે રાખવું છે. એડીએ ડાયરેક્ટર પીએસ સુબ્રમણ્યમે ચંદનને આ ભેંટ મળવામાં મોડુ થવા પર અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X