કાયદો લિવ-ઈન રિલેશનશિપને લગ્ન નથી માનતો, છૂટાછેડાની પણ મંજૂરી ના આપી શકેઃ કેરળ હાઈકોર્ટનુ મોટુ નિવેદન
Kerala High Court on Live in Relationship: કેરળ હાઈકોર્ટે મંગળવારે લિવ-ઈન-રિલેશનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાયદો લિવ-ઈન રિલેશનશિપને લગ્ન તરીકે માન્યતા આપતો નથી.
કોર્ટે ટિપ્પણી કરી હતી કે લિવ-ઈન રિલેશનશિપમાં દંપત્તિ કોઈ પર્સનલ લો કે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ નહીં પરંતુ માત્ર કરારના આધારે સાથે રહેવાનું નક્કી કરે છે, તેથી તેઓ તેને લગ્ન હોવાનો દાવો કરી શકતા નથી તેમજ તમે આમાં છૂટાછેડાની માંગ કરી શકતા નથી.

જસ્ટિસ એ મુહમ્મદ મુસ્તાક અને સોફી થોમસની બેન્ચે લિવ-ઈન રિલેશનશિપને લઈને આ અવલોકન કર્યુ હતું. તેમણે કહ્યું કે કાયદાએ હજુ સુધી લિવ-ઈન-રિલેશનશિપને લગ્ન તરીકે માન્યતા આપી નથી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે લગ્ન એ એક સામાજિક સંસ્થા છે, જેને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી છે અને તે સમાજમાં સામાજિક અને નૈતિક આદર્શોને પ્રતિબિંબિત કરે છે.
હાઈકોર્ટે કહ્યું કે છૂટાછેડા એ કાયદેસરના લગ્નને અલગ કરવાનું એક માધ્યમ છે. લિવ-ઇન રિલેશનશિપને અન્ય હેતુઓ માટે માન્યતા આપી શકાય છે પરંતુ છૂટાછેડા માટે નહીં. અમે છૂટાછેડાને ત્યારે જ મંજૂરી આપીશું જો તે કાનૂની લગ્નની માન્યતા હશે.
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા લેવાનો ઇનકાર કરતા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા વિવિધ ધર્મના એક યુગલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું.
અરજદારો એક હિંદુ અને બીજા ખ્રિસ્તીએ 2006માં રજિસ્ટર્ડ માધ્યમથી પતિ-પત્ની તરીકે સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. સંબંધો દરમિયાન કપલને એક બાળક પણ છે.












Click it and Unblock the Notifications
