For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂ કાશ્મીરમાં 71% અને ઝારખંડમાં 65%થી વધુ મતદાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: આજે જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. એટલા માટે અમે તમારા માટે લાવ્યા છીએ લાઇવ અપડેટ, જેને વાંચવા માટે તમે સતત આ પેજને રિફ્રેશ કરતા રહો અને વનઇન્ડિયા સાથે જોડાયેલા રહો.

jammu-kashmir-voting-2nd-round

4:20 PM: ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન પુરૂ. જમ્મૂ કાશ્મીરમાં બપોરે 3 વાગ્યા સુધી 54 ટકા અને ઝારખંડમાં 56.5 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. જો કે ચૂંટણી કમિશને તાજાર આંકડા જાહેર કર્યા નથી.

2:24 PM: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન મતદારો નક્સલીઓની ધમકીને નજરઅંદાજ કરતાં મંગળવારે મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચ્યા. ઝારખંડમાં સવારે 11 વાગ્યા સુધી 31.35 ટકા મતદાન નોંધવામાં આવ્યું. સૌથી વધુ મતદાન ચાઇબાસામાં નોંધવામાં આવ્યું, જ્યાં મતદાન 45 ટકા રહ્યું. આ સમયગાળામાં સૌથી વધુ મતદાન સિસાઇમાં 20.15 ટકા નોંધવામાં આવ્યું.

2:20 PM: જમ્મૂ કાશ્મીરમાં હંદવાડામાં પૂર્વ અલગાવવાદી નેતા સજ્જાદ લોને આપ્યો પોતાનો વોટ.

1:30 PM: જમ્મૂ કાશ્મીરમાં બપોરે 12 વાગ્યા સુધી 32.03 ટકા મતદાન.

1:00 PM: કુલગામના ખુદવાની ગામમાં મતદાનનો બહિષ્કાર, ગામવાળા જેમાં નાના બાળકો પણ સામેલ છે, સુરક્ષાબળો પર પથ્થર વરસાવ્યા. લોકોનું કહેવું છે કે તે ચૂંટણી વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રહેશે.

12:30 PM: ઘાટીમાં ખૂબ જ સકરાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.

12:00 PM: ઝારખંડમાં પ્રથમ બે કલાક દરમિયાન 16.32 ટકા મતદાન, ઝારખંડની જે સીટો માટે આજે મતદાના થઇ રહ્યું છે તેમાંથી સાત માઓવાદી પ્રભુત્વવાળા વિસ્તાર છે.

11:30 PM: મતદાન દરમિયાન કાશ્મીરના નૌગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ શરૂ, રાત્રે બે વાગ્યાથી ઓપરેશન ચાલુ છે. ત્રણ આતંકવાદીઓના મોત.

11:10 PM: પોલિંગ બૂથ્સ પર મતદારોની લાંબી લાઇનો. ચૂંટણી કમિશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર લોલાબ વિધાનસભા ક્ષેત્રમાં પ્રથમ કલાક દરમિયાન સૌથી વધુ વધુ 10.5 ટકા મતદાન નોંધાયું.

10:45 PM: જમ્મૂ કાશ્મીરમાં મતદાનની ગતિ ધીમી. પ્રથમ કલાક દરમિયાન લગભગ પાંચ ટકા મતદાન નોંધાયું.

9:45 AM: ઝારખંડમાં સવારે 9 વાગ્યા સુધી 16 ટકા મતદાન થયું.

9:00 AM: બીજા તબક્કાના મતદાનમાં જમ્મૂ કાશ્મીરમાં મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી. એક મહિલામ મતદારને પૂછવામાં આવતાં તેણે જવાબ આપ્યો કે 'જૂનૂન' છે.

8:45 AM: જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન હંદવાડા અને કુલગામમાં મતદારોની લાંબી લાઇનો.

8:30 AM: ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી લોકોને અપીલ કરી. આ વખતે પણ વધુમાં વધુ મતદાન માટે આગળ આવે.

8:00 AM: ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં મતદાન શરૂ. ઉધમપુર-ડોડા રેંજના ડીઆઇજી ગરીબ દાસે કહ્યું કે તેમણે દરેક તૈયારી કરી લીધી છે અને બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ જ રહેશે.

7:30 AM: પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા અને મધુ કોડા ક્રમશ: સરાયકેલા અને મજગાંવથી ચૂંટણી લડી રહ્યાં છે. કોડાની પત્ની ગીતા કોડા જગન્નાથપુરથી નસીબ અજમાવી રહી છે.

7:00 AM: ઝારખંડમાં મતદાન શરૂ પોલિંગ બૂથની બહાર ભારે સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યા.

જમ્મૂ તથા કાશ્મીર ઘાટીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 70 ટકાથી વધુ મતદાન બાદ મંગળવારે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જમ્મૂ ક્ષેત્રમાં નવ વિધાનસભાની સીટો છેમ જેમાં ઉધમપુર, રીઆસી તથા પૂંછ જિલ્લામાં ત્રણ-ત્રણ સીટો છે, જ્યારે ઘાટીમાં નવ વિધાનસભાની સીટો છે, જેમાં દક્ષિણી કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાર તથા ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાંચ સીટો છે. કુલ 10.50 લાખ મતદારોમાંથી રિઆસી વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 108,084 મતદારો, જ્યારે કરનાહમાં સૌથી ઓછી 32,794 મતદારો છે.

તો બીજી તરફ, ઝારખંડમાં પણ બીજા તબક્કાના મતદાનમાં બે પૂર્વ મુખ્યમંત્રીના ભાગ્યનો ફેંસલો થવાનો છે. 20 વિધાનસભા સીટો પર યોજાવવા જઇ રહેલા મતદાનમાં 44 લાખથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં 21,72,982 મહિલાઓ તથા 22,55,079 પુરૂષ છ હજાર ટ્રાંસજેંડર મતદારો સહિત કુલ 44,31`,900 મતદારો છે. આ મતદારો 5,048 મતદાન કેન્દ્રો પર પોતાનો મત આપીને 35 મહિલા ઉમેદવારો સહિત 233 ઉમેદવારોના કિસ્મતનો ફેંસલો કરશે.

આ તબક્કામાં સૌથી વધુ ઉમેદવાર જમશેદપુર (પશ્વિમ) વિધાનસભા ક્ષેત્રમાંથી છે, જ્યાં 15 ઉમેદવાર ચૂંટણીના અખાડામાં છે. આ ઉપરાંત સૌથી ઓછા ઉમેદવાર જ ખરસાવન, મજગાંવ, જગન્નાથપુર અને તોરપા વિધાનસભા ક્ષેત્રોમાં છે. આ સીટો પરથી 8-8 ઉમેદવાર દાવેદારી કરી રહ્યાં છે.

English summary
Stage is set for second phase of elections in 18 seats in Jammu and Kashmir and 20 spread across seven Maoist-hit tribal districts of Jharkhand today. Here are the Live updates of polling from various districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X