68માં ગણતંત્ર દિવસ પરેડની તમામ માહિતી વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવાર, દિલ્હી : આજે ભારતનો 68માં ગણતંત્ર દિવસ છે. જેની ઉજવણી દિલ્હીમાં હાલ ભારે ધૂમધામથી થઇ રહી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ફ્લેગ ફરકાવીને રાજપથ ખાતે અધિકૃત રીતે ગણતંત્ર દિવસની પરેડને લીલી ઝંડી આપી દીધી છે. અને હાલ ગણતંત્ર દિવસની પરેડ ચાલી રહી છે. આ પરેડની પળે પળની વિગતવાર માહિતી અને તસવીરો વિષે જાણો અહીં....

rajpath

રાષ્ટ્રગાન સાથે પરેડ સમાપ્ત થઇ

ડેરડેવિલ દ્વારા અદ્ઘભૂત કરતબ બતાવી અને રંગબેરંગી ઝાંખી અને કાર્યક્રમો બાદ અંતમાં રાષ્ટ્રગાન સાથે 26મી જાન્યુઆરીના આ 68માં ગણતંત્ર દિવસની પરેડ સમાપ્ત થઇ. મોટી સંખ્યામાં હવામાં ફુગ્ગા છોડવામાં આવ્યા. અનેે તે બાદ મુખ્ય અતિથિ સમેત રાષ્ટ્રપતિ અને પીએમ મોદી પરત તેમના નિવાસ સ્થાને ગયા.

હાલાજી તારા હાથ વખાણું...
ગુજરાતની ઝાંખી કચ્છની સંસ્કૃતિને રજૂ કરતી પસાર થઇ. જેમાં હાલજી તારા હાથ વખાણું જેવા જાણીતા ગુજરાતી ગીત પર ગરબા કરતા યુવા, યુવતીઓ જોવા મળ્યા. સાથે કચ્છી વર્ક, ઊંટ અને કચ્છી કલા કારીગરીની અદ્ધભૂત ઝાંખી જોવા મળી.

પરેડ શરૂ
દિલ્હીના રાજપથ ખાતે 68માં ગણતંત્ર નિમિત્તે યોજવામાં આવેલી પરેડની શરૂઆત થઇ ચૂકી છે. સેનાના વિવિધ દસ્તા આ પરેડમાં ભાગ લઇ રહ્યા છે. અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સલામી આપી રહ્યા છે.

અશોકચક્ર
હવાલદાર હંગપન દાદાને મરણોત્તર અશોકચક્ર આપી સન્માનવામાં આવ્યા. તેમની પત્નીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે આ સન્માન ગ્રહણ કર્યું.

ત્રિરંગો
રાજપથ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ગુલાબી રંગના સાફ સાથે સજ્જ જોવા મળ્યા. તો બીજી તરફ અબુ ધાબીના પ્રિન્સ શહજાદે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન આ વખતની 68મી ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ બન્યા હતા. નોંધનીય છે કે પરેડમાં સંયુક્ત અરબ અમીરાતના 144 જવાનો પણ ભાગ લેશે.

અમર જવાન જ્યોતિ
સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમતે ત્રણ સેના વડાઓની હાજરીમાં અમર જવાન જ્યોતિ ખાતે વીર સૈનિકોની યાદ કરવામાં આવ્યા અને તેમને શ્રદ્ધાજંલિ અર્પીત કરવામાં આવી.

આજે સવારે 10 વાગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 68માં ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપવા માટે દિલ્હીના રાજપથ ખાતે પહોંચ્યા હતા. તેમના આગમન બાદ આ કાર્યક્રમની અધિકૃત શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજપથ ખાતે પહોંચ્યા હતા.

English summary
Here we bring you the live updates on Republic Day celebrations
Please Wait while comments are loading...