For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસ્તા માટે મંગાવેલા સમોસામાં નીકળી ગરોળી, દુકાનદારે કહ્યુ, ફ્રાય મરચુ છે

જો તમે બહારનુ જમવાનુ અને નાસ્તો વધુ કરતા હોય તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણકે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એવો કેસ સામે આવ્યો છે જ્યાં જમવા માટે આપેલા સમોસામાં ગરોળી મળી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે બહારનુ જમવાનુ અને નાસ્તો વધુ કરતા હોય તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણકે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એવો કેસ સામે આવ્યો છે જ્યાં જમવા માટે આપેલા સમોસામાં ગરોળી મળી છે. સમોસા ખાઈ ચૂકેલા બાળકોને નજીકની હોસ્પિટલ લઈ જવા પડ્યા. આ ઘટના લખનઉ-હરદોઈ રોડ સ્થિત દુર્ગાગંજ ચાર રસ્તા પર રાઠોડ હોટલની છે. જ્યાં રવિવારે એક પરિવાર સમોસા ખાવા પહોંચ્યો. પરંતુ સમોસા ખાઈ રહ્યા હતા કે બાળકોના સમોસામાં ગરોળી પર નજર પડી.

samosa

પરિવારવાળાએ જ્યારે આની ફરિયાદ દુકાનદાર સાથે કરી તો તેણે દલીલ કરી કે આ ફ્રાય મરચુ છે અને આ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પરિવાર મલિહાબાદથી લખનઉ જઈ રહ્યો હતો પરંતુ વચમાં હરદોઈ રોડ સ્થિત હોટલમાં સમોસા ખાવા માટે રોકાઈ ગયો. ગ્રાહકે જણાવ્યુ કે જેવા સમોસા ખાવા માટે તોડ્યા તો તેમાં ગરોળીનુ માથુ જોઈને બધા ભડકી ગયા. જ્યારે પરિવારના બાકીના સભ્યો બીજા સમોસા ખાવાનુ શરૂ કરી દીધુ હતુ. ગરોળી જોયા બાદ જ્યારે પરિવારે આની ફરિયાદ દુકાનદારને કરી તો તે ઉલટો તેમના પર ભડકી ગયો અને કહેવા લાગ્યો કે તે ગરોળી નહિ પરંતુ ફ્રાય મરચુ છે.

ત્યારબાદ પરિવારના લોકોએ આની સૂચના સ્થાનિક પોલિસને આપી. કેસે તુલ પકડતુ જોઈ હોટલ માલિક જુગલ કિશોરે સમોસા માટે લીધેલા પૈસા પાછા આપી દઈને પોતાનો પીછો છોડાવવાની કોશિશ કરી. હોટલના માલિકે કહ્યુ કે સમોસામાં લીલુ મરચુ ફ્રાય કરીને નાખવામાં આવે છે. બની શકે કે ગરોળી જેવી વસ્તુ ફ્રાય મરચુ હોય. પરંતુ અંત સુધી હોટલ માલિક સમોસામાં ગરોળી મળવાનો ઈનકાર કરતો રહ્યો.

આ પણ વાંચોઃ Chandrayaan-2: ચંદ્રમાં મંગળવારે લેન્ડ કરશે ચંદ્રયાન-2, હવે આવી અગ્નિપરીક્ષાની ઘડીઆ પણ વાંચોઃ Chandrayaan-2: ચંદ્રમાં મંગળવારે લેન્ડ કરશે ચંદ્રયાન-2, હવે આવી અગ્નિપરીક્ષાની ઘડી

English summary
lizard found in samosa, Shopkeeper said this is Fry Green chilli in lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X