લોકસભા ચૂંટણીઃ આસામ-ત્રિપુરામાં મતદાન શરૂ

Google Oneindia Gujarati News

ગુવાહાટી, 7 એપ્રિલઃ વર્ષો પછી એવું જોવા મળી રહ્યું છે કે, રાજકીય પાર્ટીઓએ નોર્થ ઇસ્ટના મતદાતાઓનો રિઝવવા માટે સંપૂર્ણ જોર લાગવી દીધું છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય. વાત જો નોર્થ ઇસ્ટની વાત કરવામાં આવે તો તમામ નેતાઓ પૂર્વોત્તર રાજ્યોને મહત્વ નથી આપતા. જોકે આજે જોવાનું એ રહે છે કે નોર્થ ઇસ્ટના મતદાતા કઇ પાર્ટીને મહત્વ આપે છે.

polling-official-marks
તમને જણાવી દઇએ પહેલા તબક્કા હેઠળ આસામની 14માંથી પાંચ લોકસભા બેઠકો અને ત્રિપુરાની બેમાંથી એક બેઠક પર આજે મતદાન થઇ રહ્યું છે. બન્ને રાજ્યોના છ ચૂંટણી ક્ષેત્રોમાં સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થવાનું છે. અંતિમ તબક્કાનું મતદાન 12 મેના રોજ થશે અને મતગણતરી 16 મેના રોજ થશે. આસામની તેજપુર, જોરહાટ, કલિયાબોર, ડિબ્રુગઢ અને લખીમપુર લોકસભા બેઠકોમાં અનુમાનિત 64 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાન માટે પોલીસ અને અર્ધસૈનિક બળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, મતદાન માટે આસામ પોલીસ અને અર્ધસૈનિકની કુલ 240 કંપનીઓ તૈનાત કરી છે. આસામની આ પાંચ લોકસભા બેઠકોમાંથી જોરહાટથી 10, તેજપુરથી 9, કલિયાબોર અને લખીમપુરથી 13-13 અને ડિબ્રુગઢથી છ ઉમેદવારો મેદાનમાં છે.

આસામમાં ચૂંટણ સમરમાં ઉત્તર પ્રમુખ ઉમેદવારોમાં રાજ્યના ટોચ લોટરી વ્યવસાયી મણિ કુમાર સુબ્બા, મુખ્યમંત્રી તરુણ ગોગોઇના પુત્ર ગૌરવ ગોગોઇ, કોંગ્રેસ છોડી ચૂકેલા સાંસદ બિજોય કૃષ્ણા હાંડિક, વરિષ્ઠ વામપંથી દ્રુપદ બોર્ગાહિન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય જનજાતિ રાજ્યમંત્રી રાની નારાહ, કેન્દ્રીય મંત્રી પવન સિંહ ઘટોવાર સામેલ છે.

જ્યારે ત્રિપુરાની બે લોકસભા બેઠકોમાં સોમવારે ત્રિપુરા(પશ્ચિમ) બેઠક પર મતદાન થશે. જ્યારે ત્રિપુરા ઇસ્ટ બેઠક પર મતદાન ચોથા તબક્કામાં 12 એપ્રિલ થશે. ત્રિપુરા(પશ્ચિમ) બેઠકથી 13 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં એક મહિલા ઉમેદવાર પણ સામેલ છે. સોમવારે કુલ 12 લાખ મતદાતાઓ ઉમેદવારોનું ભાગ્યનો નિર્ણય કરશે.

English summary
The first phase polling has been started today morning at various polling centres in North East states. Here are the live updates of the polling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X